મોરબીના નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. જેમાં પ્રથમ મામતલદાર તરીકે જી.એચ.રૂપાપરાની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી તાલુકાના મામલતદાર કચેરીમાં વધારે કામના ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. જેથી મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવા અને પ્રજાજનોની સુવિધા ઉભી કરવા રજુઆત કરી હતી.
મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત, નવા મામલતદારની કરાઈ નિમણૂંક - gujarat news
મોરબીઃ તાલુકા મામલતદાર કચેરીમાં કામના વધુ ભારણને ધ્યાનમાં લઈને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પાંચ વર્ષ અગાઉ મોરબી તાલુકામાંથી મોરબી સીટી મામલતદાર કચેરી અલગ કરી કામગીરીનું વિભાજન કરવાની માગ કરવામાં આવી હતી.આ સઘન પ્રયાસોને પગલે મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
મોરબી સીટી મામલતદારની નવી કચેરી મોરબીમાં પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં જી.એચ.રૂપાપરાને પ્રથમ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી શહેર ઉપરાંત મોરબીની આસપાસના 10 ગામોની કામગીરી આ કચેરીમાં થશે. ગ્રામ્ય વિસ્તાર તથા શહેર વિસ્તારની કચેરીઓ અલગ થઈ જતાં ખેડૂતોને સ્પર્શતા કામો અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ કે અન્ય પ્રમાણપત્રોને લગતા કામો આસાન થશે અને સામાન્ય જનતાની સુવિધામાં ખૂબ વધારો થશે.