મોરબીઃ શહેર અને તાલુકા તેમજ ટંકારા તાલુકાના પોલીસ મથક દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 28,559 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવીદારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
મોરબી સિટી એ ડીવીઝન, મોરબી સિટી બી ડીવીઝન, મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા મથક દ્વારા વિવિધ રેડમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવાનો કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો હોવાથી જેને પગલે મંગળવારે ડેમ નજીક 79.32 લાખનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
મોરબીના ડેપ્યુટી કલેકટર શિવરાજસિંહ ખાચર, Dy. SP રાધિકા ભારાઈ ઉપરાંત મામલતદાર, સંબંધિત પોલીસ મથકના PI, PSI અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સમયાન્તરે મોરબીના ત્રણ પોલીસ મથક ઉપરાંત ટંકારા પોલીસ દ્વારા 28,559 દારૂની બોટલ ઝડપાઈ હતી. જેની કુલ 79,32,428 લાખના દારૂના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. મોરબીના ડેમ પાસે જોધપર નજીકના ગ્રાઉન્ડમાં દારૂનો નાશ કર્યો હતો.
મોરબી જિલ્લામાંથી પકડાયેલા દારૂની વિગત
3 જુલાઈ - હળવદના કોયબા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો