મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા તાલુકા પોલીસ મથકમાં IPC કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ ટ્રોરેજ) તેમજ MMRD એક્ટ ૧૯૫૭ની કલમ ૪ (૧) ૪ (૪ એ) તથા ૨૧ (૧) ૬ મુજબ પાનેલી ગામના ઉપસરપંચ રમેશ આંતરેસા વિરુદ્ધ પાનેલી ગામની સીમ જગ્યામાં આવતા વિસ્તારમાં હાર્ડ મોરમ (ખનીજ)નું ખોદકામ કરી બિન અધિકૃત રીતે ૩,૧૬,૦૮૬ મેં. ટન કિંમત રૂ. ૭,૧૧,૧૯,૩૫૦ છે. સરકારની વસુલાત પાત્ર થતી રકમ તથા બિન અધિકૃત રીતે ખનન થયેલ રૂ. ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણને નુકશાનીનું વળતર મળીને કુલ રૂ. ૧૦,૦૨,૭૮,૨૮૩ની ખનીજ ખાતાની કોઈપણ મંજુરી વગર આરોપી તથા ખનન સાથે સંકળાયેલ આરોપીએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કરોડોના ખનીજચોરીનો અકસ્માતને પગલે થયો પર્દાફાશ
પાનેલી ગામમાં ૨૪ માર્ચના એક ટ્રક દ્વારા સતવારા વૃદ્ધનું અકસ્માતે મોત થયા બાદ પાનેલી ગ્રામજનોએ આ વિસ્તારમાં વ્યાપક ખનીજચોરીની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે પ્રાંત અધિકારી મોરબી દ્વારા તપાસનો આદેશ મળતા ગ્રામજનો, ગામના તલાટી પ્રધાનને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ખોદકામ એક કે દોઢ વર્ષથી ચાલુ હોય અને રસ્તો અંદાજે ત્રણ દિવસથી ખોદી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. તપાસ ટીમે સ્થળ પરની તપાસ કરવા દરમિયાન હાર્ડ મોરમ ખનીજનું ખોદકામ ગામના ઉપસરપંચ રમેશ આતરેસા હોદ્દાનો દુરુપયોગ કરી તેમજ ગ્રામજનોએ ધમકાવીને કરતો હોય અને ગામમાંથી ખેતર જવાનો રસ્તો તોડી નાખી નુકશાન કર્યાનું ગ્રામજનોએ તપાસ ટીમને જણાવ્યું હતું.