મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં કોરોનાના વધુ 19 કેસો નોંધાયા છે તો પાંચ દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે બે દર્દીના કોરોનાને લીધે મોત થયા છે.
મોરબી કોરોનાના વધુ 19 કેસ નોંધાયા, બે ના મોત
મોરબીમાં કોરોનાવાઈરસના વધુ 19 કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોનો કુલ આંક 437 પર પહોંચ્યો છે.
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં મોરબીના વજેપરના રહેવાસી 65 વર્ષના મહિલા, રવાપર રોડ શિવમ પેલેસના 54 વર્ષીય મહિલા, સ્વામીનારાયણ મંદિર સામે વિવેકાનંદ સોસાયટીના 28 વર્ષના મહિલા, મોરબીના સામાકાંઠે ત્રાજપરના 54 વર્ષના મહિલા, 31 વર્ષના પુરુષ, નાની વાવડી ગામે 63 વર્ષના પુરુષ, વજેપરમાં ૫૨ વર્ષીય મહિલા, વાવડી રોડ મિલન પાર્કના 39 વર્ષીય પુરુષ, જેઈલ રોડ પર 70 વર્ષીય પુરુષ, નાની બજાર મુલ્લા શેરીના 67 વર્ષના પુરુષ, જેતપર રામજી મંદિરના 38 વર્ષના પુરુષ, ટંકારાના નેસડા ગામના 48 વર્ષના પુરુષ, મોરબીના ઋષભનાગરના 55 વર્ષના પુરુષ, 52 વર્ષની મહિલા, વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીના 42 વર્ષના પુરુષ, 34 વર્ષના પુરુષ, મોરબીના નવલખી રોડ પરના હર્ષવાટિકાના 33 વર્ષના પુરુષ અને ઋષભનગરના 26 વર્ષની મહિલા એમ 19 કેસ પોઝિટિવ નોંધાયા છે.
તેમજ વધુ પાંચ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે બે દર્દીના મોત થયા છે. નવા 19 કેસો સાથે કુલ કેસનો આંક 437 પર પહોંચ્યો છે. જેમાં એક્ટીવ કેસ 155, 248 દર્દીઓ સ્વસ્થ થયા છે, જયારે કુલ 34 દર્દીના મોત થયા છે.