ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્પીડ બ્રેકર પર ચિત્રો દોરી આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

મોરબીઃ શહેરના કેસરબાગ પાસે L.E કોલેજ રોડ પર સાર્થક વિદ્યામંદિરનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્પીડ બ્રેકર પાસે મતદાન જાગૃતિની 3D ઇફેક્ટ ધરાવતા સ્પીડ બ્રેકર ઊપર ચિત્રો બનાવવામાં આવ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 1:03 PM IST

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર શાળાના અભ્યાસ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. તો સાથે જ સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ ઉપયોગી કાર્ય કરતા રહે છે. જેમાં લોકસભા ચુંટણીના મતદાન બેઠકની તારીખ નજીક હોય ત્યારે સ્પીડ બ્રેકર પર મતદાન જાગૃતિના સંદેશો ચીતરીને લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીની ખાનગી શાળાએ સ્પીડ બ્રેકરમાં પેઈન્ટીગથી આપ્યો મતદાન જાગૃતિ સંદેશ

મોરબીના કેસરબાગ પાસે L.E કોલેજ રોડ પર સાર્થક વિદ્યામંદિરનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્પીડ બ્રેકર પાસે મતદાન જાગૃતિની 3D ઇફેક્ટ ધરાવતા સ્પીડ બ્રેકર ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા હતા.

મતદારો લોકશાહીના મહાપર્વમાં ભાગ લે અને મતદાન જરૂર કરે તેવો સંદેશ થ્રી ડી ઈફેક્ટ પેઈન્ટીગથી આપવામાં આવ્યો છે.આ શાળાએ આવતા હજારો બાળકોના વાલીઓ તેમજ રાહદારીઓ માટે આ પેઈન્ટીંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે,કે મોરબી જિલ્લામાં આ પ્રકારના સ્પીડ બ્રેકર પ્રથમ વખત તૈયાર થયા હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને સાર્થક વિધામંદિર દ્વારા મતદાન જાગૃતિ માટે કરવામાં આવેલી પહેલને પણ જાગૃત નાગરિકો આવકારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details