ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા 17 ગામોમાં 4 દિવસ પાણી નહિ આવે

મોરબીઃ રાજપર રોડ પરથી પસારથતી નર્મદાની પાઈપલાઈનમાં ફરી એક વખત ભંગાણ થયું છે તો ભંગાણ થતા રીપેરીંગ કામગીરી શરુ કરી દેવામાં આવી છે પરંતુ મોરબીના 14 ગામોનમાં 4દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડશે આગામી તારીખ 3થી આ લાઇન મારફતે પાણી વિતરણ શરૂ થશે. તેમ પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું હતું.

morbi

By

Published : Jul 1, 2019, 4:52 AM IST

મોરબી તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદાની પાઇપલાઇન જામનગર સુધી જાઇ છે. આ પાઇપલાઇન મારફતે મોરબીના અનેક ગામડાઓ તેમજ જામનગર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાઇપલાઇનમા થોડા દિવસો પહેલા ભંગાણ થયું હતું જે તુરંત રીપેરીંગ કરી પાણી શરુ કરી દેવામાં આવ્યું હતુ. પરંતુ ફરી આ જ પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોરબી તાલુકાના નાની વાવડી, બગથળા, ગોખીજડિયા, વનાળિયા, જેપુર, લક્ષ્મીનગર, જુના સાદુરકા, નવા સાદુરકા, ભરતનગર, તારાપર, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, હરીપર, કેરાળા, નવી જૂની પીપળી અને મહેન્દ્રનગર સહિતના ગામોમાં અગામી તારીખ 3 જુલાઈ સુધી પાણી વિતરણ બંધ રહેવાનું છે.

આ પાઇપલાઇનમા ભંગાણના કારણે મોરબી તાલુકાના 17 ગામો આગામી 4 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવાના છે. જો કે પાઈપલાઈનમાં રીપેરીંગ પૂર્ણ થયા બાદ જ ફરી રાબેતા મુજબ પાણી શરુ કરવામાં આવશે તો આ 17 ગામોમાં 4 દિવસ પાણી વિતરણ ન થતાં 17 ગામનાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details