મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દેરાળા ગામની સીમમાં ખાંડાવાળી વાડીમાં આરોપી રણજીત કોળીની વાડીમાંથી વિદેશી દારૂ નંગ-8 કીંમત રૂ 2400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં પોલીસની બુટલેગરો પર તવાઇ, મુદ્દામાલ સાથે આોરપીની ધરપકડ - gujaratinews
મોરબીઃ LCB ટીમે શહેરના લીલાપર રોડ પરથી એક શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં પોલીસે વાડીમાં દરોડા પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
અન્ય દરોડામાં મોરબી LCB ટીમે લીલાપર ચોકડીએ આવેલા લાકડાના ડેલામાં બાતમી આધારે દરોડો પાડયો હતો. ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-12 કિંમત રૂા. 3600 મુદ્દામાલ સાથે ગોવિંદ રબારીની સાત હનુમાન મંદિર પાસેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેમાં અસ્લમ ટાવરનું નામ ખૂલ્યું હતુ અને મોરબી પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.
જયારે ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરામાં આરોપી અશરફ સેડાતના મકાનમાં દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-108 કિંમત રૂ 32,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સાજીદ લઘાણીની અટકાયત કરી છે. જ્યારે આરોપી અશરફ સેડાત હાજર નહી હોવાના લીધે તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.