ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી મીતાણા ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો - gujarati news

મોરબીઃ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત L.C.B ટીમને મોટી સફળતા મળી છે. જેમાં ગત રાત્રીના મીતાણા ચોકડી પાસેથી પસાર થતી ટ્રકને આંતરી L.C.B ટીમે 6432 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તેમજ ટ્રક અને અલ્ટો કાર સહીત 19.52 લાખના મુદામાલ સાથે 3 શખ્સોને ઝડપી લેવાયા છે.

morbi

By

Published : Jun 23, 2019, 10:02 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજી સંદીપસિંહની સુચના અને જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ L.C.Bના પીઆઈ વી બી જાડેજાની ટીમના જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ મિયાત્રા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા ચોકડી નજીક ચામુંડા હોટલ સામેના રોડ પરથી પસાર થતા ટ્રકને આંતરી તલાશી લેતા અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 6432 કીમત રૂ 10,46,400 મળી આવતા L.C.B ટીમે દારૂનો જથ્થો તેમજ ચાર મોબાઈલ કીમત રૂ 6500 ઉપરાંત ટ્રક અને અલ્ટો કાર સહીત કુલ 19,52,900ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

ટ્રક તેમજ અલ્ટો કારમાં સવાર આરોપી શાકીલખાન પઠાણ અને નારાયણલાલ રેગર તેમજ જગપાલ બડવા એમ ત્રણ શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવીને કોને સપ્લાય કરવા જતા હતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details