મોરબીની મચ્છી પીઠના રહેવાસી જુસબ ગુલમામદ મોવરેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હુશેન સીદ્દીક મિયાણા, ઈમરાન હુશેન, જુસબ હુશેન, શાહરુખ મિયાણે અને તેમના મિત્રોએ યુવાનને ધમકી આપી ગાડીના કાચ તોડી નુકશાન કર્યુ હતુ.
મોરબીમાં અંગત અદાવતમાં યુવાનને જાનથી મારવાની ધમકી આપી ગાડીના કાચ તોડ્યા
મોરબીઃ શહેરના રવાપર રોડ પર ગઇકાલે રાત્રે અંગત અદાવતના કારણે એક યુવાનને ધમકી આપી ગાડીના કાચ તોડ્યાની ફરીયાદ નોંધાઈ છે.
મોરબી પોલીસ સ્ટેશન
ફરીયાદીના જણાવ્યા પ્રમાણે, આરોપી હુશેન સીદ્દીક મિયાણા સાથે અગાઉ મારામારી કરી હતી. જે ફરિયાદના સમાધાન બાબતે મનદુઃખ ચાલતું હતુ. જેથી આરોપીઓએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી અને હથિયારો વડે હુન્ડાઈ વર્ના કારના કાચ ફોડી 25,000 ની નુકશાની કરી છે.
આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.