DYSP બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે ત્યારે સમગ્ર બનાવ અંગે જિલ્લા SPએ જણાવ્યું હતું કે બંને પક્ષે સામસામી અરજી કરી છે.
મોરબીમાં અંધશ્રધ્ધાના કિસ્સામાં બંને પક્ષની કરવામાં આવી પૂછપરછ
મોરબીઃહળવદના ચુંપણી ગામે અંધશ્રધ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી અને બનાવની જિલ્લા SP એ પણ ગંભીરતાથી નોંધ લઈ બનાવને પગલે જીલ્લા SPએ બંને પક્ષને બોલાવીને પૂછપરછ હાથ ધરી.
ચુંપણી અંધશ્રધ્ધાના કિસ્સામાં બંને પક્ષની કરવામાં આવી પૂછપરછ
બંને ને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં ગેલાભાઈએ જણાવ્યું હતું કે તેની પત્નીના હાથ તેલમાં નાખવા સામેવાળાએ મજબુર કર્યા હતા જયારે સામાપક્ષે રૈયાભાઈએ એવું જણાવ્યું હતું કે, ગેલાભાઈની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી તેના પતિએ પોતે જ તેના હાથ તેલમાં નખાવ્યા હતા સમગ્ર બનાવ અંગે dyspને તપાસ સોપવામાં આવી છે અને જે દોષિત હશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરાશે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું