મોરબીઃ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ શરૂ કરવા આપેલી મંજૂરી રદ કરવાની માગ સાથે રાજ્ય સરકારી કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદનમાં જણાવ્યું છે કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. રાજ્ય સરકાર હસ્તક હાલ 4 કૃષિયુનિવર્સિટીઓ કાર્યરત છે. જે અંતર્ગત 11 કોલેજોમાં કૃષિ સ્નાતકનું શિક્ષણ આપવામાં આવે છે.
ખાનગી યુનિવર્સિટીને કૃષિ અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી પર વિરોધનો વંટોળ, મોરબી કલેક્ટર આવેદનપત્ર - Morbi District
રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમ શરૂ કરવા આપેલી મંજૂરી રદ કરવાની માગ સાથે રાજ્ય સરકારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.
4 કૃષિ યુનિવર્સિટીઓમાંથી દર વર્ષે 900થી 1000 કૃષિ સ્નાતકો, 350-400 અનુ સ્નાતકો અને 200થી વધુ કૃષિ ડિપ્લોમાં અને કૃષિ સંલગ્ન અભ્યાસક્રમના બીજા 1000થી વધુ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે. જે સંખ્યા રાજ્યની કૃષિ તજજ્ઞોની જરૂરિયાતને પહોંચી વળવા પુરતી નહીં જરૂરિયાત કરતા વધારે છે, તો ખાનગી કોલેજ હસ્તક કૃષિ શિક્ષણને મંજૂરી આપવાની શું જરૂરિયાત છે? તે કોઈને સમજાતું નથી ખાનગી ક્ષેત્રે એક બાદ એક નવી કોલેજ ખોલવામાં આવે તો કૃષિ ક્ષેત્રે પણ ગુણવત્તા વિનાના શિક્ષણથી ડિગ્રી મેળવેલા સ્નાતકોની ભરમાર સર્જાશે.
કોરોના મહામારી સમયે રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ગેરહાજરીનો યોગ્ય સમય જોઈ કૃષિ અગ્રસચિવે પોતાની વયનિવૃત્તિના એક અઠવાડિયા પૂર્વે મંજૂરી આપી દેવાની શંકાસ્પદ કામગીરી કરી છે. જેને વિદ્યાર્થી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. સરકારનો નિર્ણય કૃષિ, શિક્ષણ અને સંશોધન તેમજ વિસ્તરણની ગુણવત્તાની દ્રષ્ટિએ ઘાતક સાબિત થશે. કારણ કે, ખાનગી કોલેજ કે, યુનિવર્સિટી ક્યારેય સરકારી યુનિવર્સિટીની તુલનાએ નહીં આવી શકે. જેથી રાજ્ય સરકારે આ નિર્ણયને કાયમી ધોરણે પરત ખેચી ખેડૂતોના હિતને સાચવવા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.