ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને નડ્યો અકસ્માત - ગાંધીનગર

માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બુધવારે રાત્રે 9 વાગ્યા સુધી વિધાનસભામાં હાજરી આપીને ગુરુવારે સવારે 6 વાગ્યે રાજકોટથી મોરબી આવવા નીકળ્યા હતા. તે દરમિયાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપીને કારમાં બેસવા જતા હતા ત્યાં રોડ પર પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતા પડી ગયા હતા.

મોરબીના ધારાસભ્યને નડ્યો અકસ્માત
મોરબીના ધારાસભ્યને નડ્યો અકસ્માત

By

Published : Mar 14, 2021, 10:00 AM IST

  • રાજકોટ બેઠકમાંથી હાજરી આપી મોરબી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો
  • 5 અઠવાડિયાનો આરામ કરવાની ડોક્ટરની સલાહ
  • ઓપરેશન કરીને પ્લેટ બેસાડવામાં આવી

મોરબી: માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બુધવારે રાત્રે 9 વાગ્યા સુધી વિધાનસભામાં હાજરી આપીને ગુરુવારે સવારે 6 વાગ્યે રાજકોટથી મોરબી આવવા નીકળ્યા હતા. તે દરમિયાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપીને કારમાં બેસવા જતા હતા ત્યાં રોડ પર પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતા પડી ગયા હતા. જેના કારણે તેમના જમણા ખભા પર ભારે મોટી ઇજા થતા તેમને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેતા ઓર્થોપેડિક સર્જને નિદાન કર્યું કે, CT સ્કેન અને એક્સ-રેમાં જમણા ખભે ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો:માળીયા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

પગમાં આટી આવતા પડી જવાથી હાથમાં ફેક્ચર આવ્યું

જમણા ખંભાના હાડકામાં 4 જગ્યાએ ફ્રેકચર થવાથી ઓપરેશન કરવું પડે તેમ હોવાથી તાકિદે તેમને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં 5 નિષ્ણાંત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ગંભીર સર્જરીને ધ્યાનમાં લઇને 5 અઠવાડિયા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ ડોક્ટરે આપી છે. જેથી ધારાસભ્ય બ્રિજેશ મેરજા 5 અઠવાડિયા પ્રવાસ કે કાર્યાલયમાં મળી શકે તેમ ન હોય, લોકોને તેમના કાર્યાલયમાં PAનો સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવામાં આવ્યું છે. તેમજ મોરબી વિસ્તારના સંગઠનના આગેવાનો દ્વારા મદદ મેળવવાની રહેશે.

આ પણ વાંચો:મોરબીના મકનસર નજીક માલવાહક ટ્રેને ભેંસને અડફેટે લીધી, ટ્રેનનું એક વેગન ખડી પડયું

ABOUT THE AUTHOR

...view details