ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીઃ મહિલા સહકારી દૂધ મંદિરે કરોડોનો નફો પશુપાલકોને વહેંચી આપ્યો - પશુપાલક

મોરબીની મયૂર ડેરી દ્વારા છેલ્લાં એક વર્ષમાં પશુપાલકોને રૂ. 15.51 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષમાં રૂ.250 કરોડનું ટર્ન ઓવર પણ કરવામાં આવ્યું હોવાનું ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મોરબીઃ મહિલા સહકારી દૂધ મંદિરે કરોડોનો નફો પશુપાલકોને વહેંચી આપ્યો
મોરબીઃ મહિલા સહકારી દૂધ મંદિરે કરોડોનો નફો પશુપાલકોને વહેંચી આપ્યો

By

Published : Aug 4, 2020, 6:54 PM IST

મોરબીઃ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ સંઘ ઉત્પાદક સંઘની વિગતો જાહેર કરતાં સંઘના પ્રમુખ હંસાબહેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે સંઘ દ્વારા વર્ષ 2019-20માં વાર્ષિક રૂ.250 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવામાં આવ્યું છે. સંઘ સાથે જોડાયેલ 290 મંડળીઓ દ્વારા દૈનિક સરેરાશ રૂ. 1.50 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે.

મોરબીઃ મહિલા સહકારી દૂધ મંદિરે કરોડોનો નફો પશુપાલકોને વહેંચી આપ્યો

દૂધ મંડળી દ્વારા તમામ દૂધ ઉત્પાદકોને એક વર્ષમાં રૂ. 16.51 કરોડનો ભાવફેર આપવામાં આવ્યો છે. વિશેષમાં જણાવ્યું કે સંઘ સાથે જોડાયેલ દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક વિકાસ માટે સંઘ સતત પ્રયત્નશીલ રહેશે. સાથે પશુપાલકોને તેમના દૂધના વધુને વધુ ભાવ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

મોરબીઃ મહિલા સહકારી દૂધ મંદિરે કરોડોનો નફો પશુપાલકોને વહેંચી આપ્યો

ABOUT THE AUTHOR

...view details