મોરબી: મોરબીના RTO નજીક પુલની કામગીરી માટેમચ્છુ 3 ડેમ (Morbi Machchhu 3 Dam) ખાલી કરવાની જરૂરીયાત હોવાથી સરકારના આદેશ પ્રમાણે આજે ડેમનો 1 દરવાજો 1 ફૂટની સપાટીએ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ડેમમાંથી 256 mcft જથ્થો (Amount of water in Machchu Dam) ખાલી કરવામાં આવશે. મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરવા માટે આજે સવારે 10 કલાકે દરવાજો ખોલવામાં આવ્યો હતો. હાલ એક દરવાજો એક ફૂટની સપાટીએ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
મચ્છુ 3 ડેમ ખાલી કરવા માટે આજે સવારે 10 કલાકે દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ પણ વાંચો:Machhu-1 Dam Morbi: શિયાળુ પાક માટે પાણી છોડાતાં 30 ગામના ખેડૂતોને લાભ
275 mcft જળ જથ્થો હાલ ડેમમાં- ડેમ ખાલી કરવા અંગે મચ્છુ 3 ડેમના SO પ્રમોદ ગોસાઈ જણાવે છે કે, હાલ એક દરવાજો 1 ફૂટે ખોલવામાં આવ્યો છે અને 932 ક્યુસેક પાણીનો પ્રવાહ(Machchhu 3 Water flow) ધીમી ધારે વહી રહ્યો છે. નીચાણવાળા વિસ્તાર (Morbi Lower area)માં કોઈ નુકસાની ન થાય અને પરેશાની ન આવે તો પ્રવાહ વધારવામાં આવશે. અન્યથા આ સ્થિતિમાં 4 દિવસે ડેમ ખાલી થઇ જશે. 275 mcft જળ જથ્થો હાલ ડેમમાં છે. જેમાંથી 256 mcft જથ્થો ખાલી કરવામાં આવશે, જે જથ્થો ખાલી કરવાથી ડેમના હેઠવાસમાં આવતા 12થી 15 જેટલા ચેકડેમો (Check dam in morbi)માં પાણીનો સંગ્રહ થશે.
આ પણ વાંચો:મોરબીમાં મચ્છુ-1 સહિત 6 ડેમ ઓવરફ્લો, એક વર્ષ સુધી જિલ્લાની પાણીની સમસ્યા થઈ દૂર
પાણીનો પ્રવાહ ધીમો રાખવાના કારણે નુકશાની ન પહોંચે- પાણીનો પ્રવાહ ધીમો રાખવાના કારણ અંગે તેમણે જણાવ્યું કે, રેલવે લાઈન (Railway line Morbi), રેલવે બ્રીજ (Railway bridge Morbi) આવતા હોય તેમજ મીઠાના અગર હોવાથી પાણી નુકસાની ન પહોંચાડે તેવી રજૂઆતને ધ્યાને લઈને ધીમો પ્રવાહ રાખવામાં આવ્યો છે. આ સ્થિતિએ 4 દિવસમાં ડેમ ખાલી થઇ જશે. માત્ર ડેડ વોટરનો જથ્થો જ ડેમમાં રાખવામાં આવશે.