ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી LCB દ્વારા દારૂબંધી તરફ એક પગલું, 74,000નો દારૂ કરાયો જપ્ત

મોરબી: ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂની ખરીદી વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં દારૂનો વેપાર કરવામાં આવતો હોય છે. જેની સિધ્ધી અસર યુવા વર્ગમાં થતી હોય છે. ગાંધીના ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. જેનું તાજુ ઉદાહરણ મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર ખાતે બે વિવિધ જગ્યાએ LCBની ટીમે દરોડા પાડી 245 દારૂની બોટલ સહિત બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

આરોપી

By

Published : Jun 6, 2019, 2:55 PM IST

આ સમગ્ર મામલે બનાવની મળતી વિગત મુજબ રેન્જ IG સંદિપકુમાર સિંઘ અને જિલ્લા પોલીસ વડા ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી.બી.જાડેજા અને તેની ટીમે જિલ્લા દારૂ બંદીનો અમલ કરવા જેમાં વિક્રમસિંહ બોરણા મળેલી બાતમીના આધારે ઢુંવા નજીક પ્રયાગ ચેમ્બર આવેલ ખોડિયાર મોબાઈલની દુકાનમાંથી 71 બોટલ દારૂ જેની કિંમત રૂપિયા 21,300ની બોટલ સહિત દિલીપ મેહતા તેમજ હર્ષદ ખાણધરની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે વાંકાનેર નજીક વિરપર પાસે સીમમાં દરોડા પાડતા 52,300ની કિંમતની 174 દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે જ ચકુ કોળી અને ગુણવંત દલવાડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details