ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સીરામીક એકમમાં વપરાતા કોલગેસીફાયર પર મુકાયો પ્રતિબંધ

મોરબીઃ જિલ્લાના સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર બંધ કરવાના નિર્ણયને મોરબીવાસીઓએ આવકાર્યો છે. કારણકે કોલગેસીફાયરના ઉપયોગથી મોરબીમાં પ્રદુષણ ફેલાતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ પણ ઉભું થતું હતું. હાલ સીરામીક ઉદ્યોગો નેચરલ ગેસ તરફ વળી ગયા છે, જે ખૂબ સરાહનીય છે. જો કે, કોલગેસીફાયર ફરીથી શરૂ કરવા જે હિલચાલ કરવામાં આવી રહી છે જેનો મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

જીતુભાઇ ઠક્કર

By

Published : May 6, 2019, 6:54 PM IST

પૈસા કમાવવા માટે લોકોના જીવ સામે જોખમ ઉભું કરવાના કોલગેસીફાયર કંપની દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની સામે મયુર નેચર કલ્બ સખત વિરોધ નોંધાવે છે. કોલગેસીફાયરને ફરી શરૂ કરાવવા માટે જે કંપનીઓ તુત રચી રહી છે. પર્યાવરણ પ્રેમી સીરામીક ઉદ્યોગકારો અને મોરબી સીરામીક એસોસિએશનએ પણ આ મામલે અવાજ ઉઠાવવો જોઈએ. પર્યાવરણપ્રેમી જનતા તેમજ આગેવાનોએ જાહેરમાં આવીને અંગત સ્વાર્થ માટે પ્રદુષણ ફેલાવવાના કારસા સામે લડત આપવી જોઈએ.

મોરબીના સીરામીક એકમમાં વપરાતા કોલગેસીફાયર પર મુકાયો પ્રતિબંધ

એક તરફ પ્રદૂષણના કારણે આજે ઘાતક રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરથી વાતાવરણને પણ પ્રદુષણને કારણે ગંભીર અસર પહોંચી રહી છે. ત્યારે માનવ જીવનના હિતાર્થે તમામ લોકોએ પણ પ્રદુષણ સામે વિરોધ નોંધાવવો જોઈએ. કોલગેસીફાયર પુનઃશરૂ કરવાના ષડયંત્ર સામે જરૂર પડ્યે મયુર નેચર કલબ સહિતની સંસ્થાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે.

ABOUT THE AUTHOR

...view details