મોરબીના જેતપર રોડ પર આવેલા સિરામિક એકમોમાં ચાલુ માસના પ્રારંભથી ગેસ પ્રેશર ડ્રોપ સમસ્યા સર્જાઈ છે અને આંદોલનના મૂડ સાથે ઉદ્યોગપતિઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને હાલ ગેસ કંપની દ્વારા નવી પાઈપલાઈન કામગીરી ચાલી રહી છે, જોકે અગાઉ ગેસ પ્રેશર ડ્રોપને પગલે કરોડોની નુકશાની સહન કરી હતી અને ફેક્ટરી અનેક દિવસો બંધ રાખ્યા બાદ ચાલુ કરવામાં આવી ,છે ત્યારે ફરીથી એ જ સમસ્યા જોવા મળી રહી છે.
મોરબી જેતપર રોડ પર ગેસ પ્રેશર ડ્રોપના ધાંધિયા યથાવત, કરોડોનું નુકશાન - Ceramic Gas
મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધનો ચુકાદો આપ્યા બાદ એકમાત્ર નેચરલ ગેસનો વિકલ્પ રહ્યો હતો. જોકે ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પાડવા સક્ષમ ન હોય અને છેલ્લા એકાદ માસથી પ્રેસર ડ્રોપની સમસ્યા સર્જાય છે, જેમાં છેલ્લા બે દિવસથી ફરીથી આ સમસ્યા જોવા મળી રહી છે, જેથી નારાજગી વ્યાપી છે.
ગેસ કંપનીએ ચાલુુ કરી નવી પાઈપલાઈન કામગીરી
મોરબીના પીપળી રોડ પર આવેલી સિરામિક ફેકટરીઓમાં મંગળવારે રાત્રીથી ફરીથી ગેસ પ્રેશર ડ્રોપનો પ્રશ્ન ઉદભવ્યો છે, ૨૦થી પણ વધારે ફેકટરીઓમાં પ્રેશર ડ્રોપની સમસ્યા છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે અને કરોડોની નુકશાની સિરામિક એકમોને ગેસ કંપનીના કારણે સહન કરવી પડી રહી છે, તો અનેક ફેક્ટરીઓએ પ્રોડક્શન જ બંધ કર્યું છે, જેથી નુકશાનીનો આંક સતત વધી રહ્યો છે.