ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં 90 હજારની નકલી નોટ સાથે આરોપી ઝડપાયો

મોરબીઃ જિલ્લા એસઓજી ટીમે ૯૦ હજારની જાલીનોટ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા મંગળવારે આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયો છે.

By

Published : Apr 9, 2019, 1:41 PM IST

આરોપી મનીષ મંગળભાઈ પટેલ(

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ રેલ્વે પાટા નજીકથી આરોપી મનીષ મંગળભાઈ પટેલ સોખડા મહેસાણા વાળાને ભારતીય બનાવટની જાલી નોટો રૂપિયા ૨૦૦૦ દરની નંગ-૪૦ અને રૂપિયા ૧૦0ના દરની નંગ-૧૦૦ મળી કુલ જાલી નંગ-૧૪૦ કિંમત રૂ.૯૦,૦૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ.૨૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીના ઘરે તપાસ દરમિયાન કલર પ્રિન્ટર, કાગળો અને કટર સહિતનો મુદામાલ કબજે લેવાયો હતો. જોકે જાલીનોટ છાપી આરોપીએ ક્યાંય વટાવી ન હતો. તે પોલીસના હાથે ઝડપાયો હતો તો રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details