ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના સ્થાપના દિવસે કોંગ્રેસના પંજાને પાંચ પ્રકારની વૃતિ-પ્રવૃતિ અને વિકૃતિ છોડી દેવી જોઈએઃ ભરત પંડ્યા

મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અધિનિયમ લાવ્યા બાદ દેશમાં તેનો વિરોધ અને સમર્થન બંને જોવા મળી રહ્યા છે. જેમાં શનિવારના નાગરિક સમિતિ મોરબી દ્વારા વિશાળ જનસમર્થન રેલી યોજાઈ હતી. જે રેલી શહેરના માર્કેટિંગ યાર્ડથી શરુ થઈને શહેરના નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ અને ગાંધી ચોક થઈને નહેરુ ગેઇટ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

morbi
મોરબીમાં CAAના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ

By

Published : Dec 28, 2019, 3:14 PM IST

Updated : Dec 28, 2019, 7:30 PM IST

CAAના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસમર્થન રેલીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી પ્રધાન જયંતીભાઈ કવાડિયા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ તેમજ મોરબીની નાની મોટી સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો, સિરામિક એસોસિએશન, મોરબી કલોક એસોસિએશન સહિતની સંસ્થાઓ જોડાઈ હતી.

મોરબીમાં CAAના સમર્થનમાં વિશાળ જનસમર્થન રેલી યોજાઈ

વિશાળ જનસમર્થન રેલીમાં તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ, આગેવાનો, યુવાનો સહિતના નગરજનો જોડાયા હતા અને રેલીમાં 'વંદે માતરમ અને ભારત માતા કી જય'ના નારા ગુંજ્યા હતા. વિશાળ જનસમર્થન રેલીને પગલે ટ્રાફિકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, શનિવારે મોરબી જનસમર્થન રેલીમાં જોડાયેલા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો સ્થાપના દિવસ છે, ત્યારે ગાંધીજીની ઈચ્છા અનુસાર કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. કોંગ્રેસ ભલે ભાજપ વિરોધ કાર્યક્રમ આપે પરંતુ, દેશ વિરોધી કાર્યક્રમો ના આપવા જોઈએ અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કાયદા સમાજ વિરોધી ના હોય અને અન્ય દેશના નાગરિકોને નાગરિકતા આપવા માટે છે. કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી તેમ જણાવ્યું હતું.

Last Updated : Dec 28, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details