મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી થયા બાદ પરીક્ષા રદ કરી અને શૈક્ષણિક લાયકાત વધારો કરીને પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. ભાજપ સરકારમાં પેપરલીક કે અન્ય કૌભાંડમાં ભરતી પ્રક્રિયા રદ થાય છે. જેનો ભોગ લાખો વિદ્યાર્થીઓ બને છે.
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓને અન્યાયઃ કોંગ્રેસ
મોરબીઃ રાજ્યમાં યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ ભરતી પ્રક્રિયા રદ કરીને વિદ્યાર્થીઓને અન્યાય કરાયો હોવાનાં કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
સ્પોટ ફોટો
સ્નાતક પાસ ઉમેદવારોની સંખ્યા ઓછી હોય અને ઓછા ફોર્મ ભરાય જેથી બેરોજગારી દર ઘટી જાય. ભાજપ સરકારની નિષ્ફળતા દબાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે, ગુજરાત કોંગ્રેસ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને વિદ્યાર્થીઓના હિતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જલદ અંદોલન કરશે. આજે આવેદન આપતી વેળાએ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો.