ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી પગારકાંડ મામલાના આરોપી રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

મોરબીમાં પગાર માગનારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં રાણીબા ઊર્ફે વિભૂતિ પટેલ સહિત ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યાં છે. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કર્યાં હતાં. જ્યાં આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મોરબી પગારકાંડ મામલાના આરોપી રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા
મોરબી પગારકાંડ મામલાના આરોપી રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 6:35 PM IST

રિમાન્ડ પૂરા થતાં જેલહવાલે

મોરબી : મોરબીમાં યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાંના બનાવ મામલે મોરબી પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બાદ મુખ્ય આરોપી સહિતના પોલીસ સમક્ષ હાજર થયા હતાં. જેને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મેળવ્યા હતાં. જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

12 આરોપી સામે ફરિયાદ : યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. મોરબીની રવાપર ચોકડીએ યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો હોય જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યા સહિતના 12 ઈસમો વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

1 ડીસેમ્બર સુધીના રિમાન્ડ હતાં :તો આ ઘટનામાં સંડોવાયેલા ડી ડી રબારીને પોલીસે પહેલાં ઝડપી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. તો આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતા આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી હતી. બાદમાં અન્ય આરોપી પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી. જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

આરોપીઓને જેલ હવાલે કરાયા : જે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન પૂછપરછ બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો જેના પગલે આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

  1. રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે
  2. મોરબીમાં એટ્રોસિટી કેસ, રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયાં

ABOUT THE AUTHOR

...view details