ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Crime : ખાનપર ગામે પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા, મૃતદેહ લઇને રાતોરાત છોટાઉદેપુર પહોંચી ગયો !

મોરબીમાં એક પતિએ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી મૃતદેહને લઈને મહિલાના પિયર છોટાઉદેપુર લઈ આવ્યો હતો. જ્યાં તેણે સાસરિયા સમક્ષ મૃતદેહ મૂકી મામલાને વિકૃત રૂપ આપ્યું હતું. જોકે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 10:14 PM IST

Morbi Crime
Morbi Crime

મોરબી :મોરબીના ખાનપર ગામે અગમ્ય કારણોસર પતિએ પત્નીની હત્યા કરી હતી. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો પતિ તેના મૃતદેહને ગાડીમાં મૂકીને રાતોરાત છોટાઉદેપુર ખાતે પરિણીતાના પિયરે લઈ આવ્યો હતો. આ સમગ્ર બનાવવાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

પત્નીની ઘાતકી હત્યા : મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા આરોપી રેમલા નાયકે રાત્રીના સમયે તેની પત્ની પર દાતરડા વડે હુમલો કર્યો હતો. હત્યારા પતિએ પત્નીને માથા પર દાતરડાથી ચાર-પાંચ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ રેમલા નાયક તેની પત્નીનો મૃતદેહ પોતાની કારમાં મૂકી અને રાત્રે જ મૃતક પરિણીતાના પિયર છોટાઉદેપુર ખાતે જવા નીકળી ગયો હતો.

આ તો હદ થઈ ગઈ ! આખા રસ્તે કોઈ રોકટોક ન થતા કુલ 450 કિલોમીટરનું અંતર કાપીને આરોપી રેમલા નાયક છોટાઉદેપુર જિલ્લા ખાતે આવેલ પરિણીતાના પિયરે પહોંચી ગયો હતો. ત્યાં કારમાંથી પત્નીના મૃતદેહને લઈને આરોપી પોતાના સાસરિયા સમક્ષ આવ્યો હતો. પરિણીતાની હત્યાની જાણ થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. ઉપરથી જમાઈ મૃતદેહને લઈ આવતા પરિવાર હતપ્રત બની ગયો હતો.

હત્યારો પતિ ઝડપાયો : આ બનાવ મામલે મૃતક પરિણીતાના પરિવારે છોટાઉદેપુર પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી રેમળા નાયકની ધરપકડ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  1. Morbi Crime : વાંકાનેર પોલીસે અપરાધ થતા પહેલા જ રોકી બતાવ્યો, જાણો સમગ્ર મામલો
  2. Morbi Crime News : વાંકાનેરમાં પ્રેમિકાએ ઠંડા કલેજે પૂર્વ પ્રેમીનું કાસળ કાઢ્યું, આરોપી પ્રેમિકા સહિત 2 ઝબ્બે

ABOUT THE AUTHOR

...view details