ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કોંગ્રેસ પાલિકાનાં શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત - morbi news

મોરબી: નગરપાલિકાના સત્તારૂઢ કોંગ્રેસના સત્તાધીશોના બેદરકારી ભર્યા વલણને પગલે કોંગ્રેસ પક્ષને ભારે નુકસાન થઇ રહ્યું છે. પાલિકાના પ્રમુખ અને માળખુ પણ કોંગ્રેસનું જ હોય છતાં પ્રજાહિતનાં કાર્યો થતા નથી. તેથી પક્ષને થતા નુકસાન અંગે સ્થાનિક આગેવાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.

મોરબીમાં કોંગ્રેસ પાલિકાનાં શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત

By

Published : Sep 8, 2019, 4:17 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલનાં ઉપપ્રમુખ અને કોંગ્રેસનાં અગ્રણી રમેશભાઈ રબારીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. માળખુુ પણ કોંગ્રેસનાં સદસ્યોનું છે. જોકે, મોરબી નગરપાલિકામાં પક્ષને ભારે બહુમતી મળવા છતાં તબક્કાવાર પ્રજા સેવાને બાજુ મુકીને પક્ષને રાજકીય નુકશાન થાય તેવી રીતે શાસન થઇ રહ્યું છે.

મોરબીમાં કોંગ્રેસ પાલિકાનાં શાસનથી પ્રજા ત્રાહિમામ, પ્રદેશ કોંગ્રેસને રજૂઆત

શહેરમાં તમામ વિસ્તારમાં ગટરમાં પાણી ઉભરાય છે, રહીશોના ઘરમાં ગંદા પાણી ઘૂસે છે, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે અને રોડ પર ખાડા જોવા મળે છે. હાલ વરસાદની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. અનેક વિસ્તારનાં રહીશો પાલિકા કચેરીએ હલ્લાબોલ કરે છે, ત્યારે શાસન સંભાળનાર પ્રમુખ કે અન્ય ચેરમેનો મળતા નથી.

પાલિકા કોંગ્રેસની છે પરંતુ, શહેરના ગટર, પાણી અને સફાઈનાં કોન્ટ્રાકટનાં કામો ભાજપનાં સભ્ય અને તેના સમર્થકો કરે છે. જેનું, રીમોટ કંટ્રોલ ભાજપ આગેવાનો પાસે છે. જેથી પક્ષને નુકશાન થઇ રહ્યું છે. મોરબીમાં ધારાસભ્ય કોંગ્રેસ પક્ષનાં છે અને જીલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પણ કોંગ્રેસની છે, ત્યારે પ્રજાહિતનાં કાર્યો થાય અને પક્ષને થતું નુકશાન રોકવા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details