મોરબી મચ્છુ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઇનોર કેનાલમાં કામકાજ ચાલી રહ્યું હતું. પરંતુ, 10 દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે માટીથી આ કેનાલ બુરાઈ ગઈ છે. કરોડોને ખર્ચે બનેલી ફાઇનલ કેનાલની કામગીરી ચાલતી હતી. ડિઝાઇનિંગ પહેલા પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વરસાદના લીધે તે માટીના પડ તૂટી ગયા હતા. જેના લીધે મોરબી તાલુકાના બગસરા લીલીયા મોણપર નાનીવાવડી અને બરવાળા સહિતના 5 જેટલા ગામના અંદાજે ૩૫,૦૦૦ ખેડૂત ખાતેદારોને સિંચાઇ માટેની પાણીની વ્યવસ્થા હતી. તેમાં હાલ ભંગાણ થયું છે.
મોરબીની પાંચ ગામની કેનાલમા ગાબડા
મોરબી: સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે. મોરબી મચ્છુ ડેમમાંથી નીકળી મચ્છુ માઇનોર કેનાલ, નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે. જે માઇનોર કેનાલમાં કામ હજુ પૂર્ણ થયું હતું. ત્યારે ભારે વરસાદના પગલે માટીથી માઇનર કેનાલ બુરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોના ખર્ચે બનેલી આ કેનાલથી ખેડૂતોને લાભ મળવાનો હતો. પરંતુ, કેનાલ પુરાઇ જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે.
મોરબીના બગથળા ગામ નજીક આવેલી માઇનોર કેનાલ પુરાઇ જતા આ અંગે ગામના સરપંચે જણાવ્યું કે, સિંચાઈ માટે કેનાલની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ, ખેડૂતે પાઈપલાઈનથી પાણી મળે તેવી માગ કરી હતી. આ ઉપરાંત ડિઝાઇન અનુકૂળ ન હોવાનું પણ જણાવ્યું હતું. વરસાદના પગલે રોડ ધોવાઇ જતાં ખેતરમાં જઈ શકાતું નથી. વરસાદ ખેંચાય તો મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. તેમજ કેનાલનું રીપેરીંગ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
માઇનોર કેનાલ છતાં ખેડૂતો સિંચાઈ માટે પાણીથી વંચિત રહી જશે. ડિઝાઇન અંગે ખેડૂતો વિરોધ કર્યો છતાં તંત્રએ ધ્યાન આપ્યું નથી. તંત્રના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર કરોડોના ખર્ચા કરે છે. કરોડોના ખર્ચ થતા ખેડુતોને સિંચાઈના પાણીની જવાબદારી કોણ લેશે. તેવા સવાલો પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.