અમદાવાદ/મોરબી:રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોરબી નગરાપાલિકાના પ્રમુખને નોટીસને જવાબ દેવા માટે ટકોર કરવામાં આવી છે. જેને લઈને મોરબી પાલિકાની મુશ્કેલીઓમાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે. કેટલાક અધિકારીઓ સામે પણ પ્રશ્નો ઊઠી રહ્યા હોવાનું ચર્ચામાં છે. આ નવા જાહેર થયેલા એક પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તમારા વકીલની તારીખ 7 ફેબ્રૂઆરીની લેખીત રજૂઆત અન્વયે કચેરીના તારીખ 18 જાન્યુઆરીના રોજ પાઠવવામાં આવેલી ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 263 હેઠળની કારણદર્શક નોટીસ સંદર્ભે સામાન્ય સભાના ઠરાવ સ્વરૂપે લેખીત જવાબ 16 ફેબ્રૂઆરી સુધીમાં મોકલી દેવા માટે જણાવવામાં આવ્યું છે. જે મળ્યે રૂબરૂ સુનાવણીની તક આપવી કે નહીં એ અંગે વિચાર કરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ:જો સમય મર્યાદામાં કોઈ લેખીત જવાબ આપવામાં નહીં આવે તો આ બાબતે કોઈ રજૂઆત કરવા માંગતા નથી. તેમ ગણીને સરકાર એકપક્ષી નિર્ણય લેવા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાશે. તેમ પણ શહેરી વિકાસ વિભાગના નાયબ સચીવના પત્રમાં જણાવવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગની નોટીસના પગલે તારીખ 15 ફેબ્રૂઆરીના રોજ સવારે પાલિકા ખાતે બોર્ડ પણ મળવાનું હતું. એવું પાલિકાના સુત્રોમાંથી જાણવા મળે છે.