મોરબીઃ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડ્યો હતો. આ યુવાનને તરતા આવડતું ન હતું. જે કારણે યુવાનનો ઉંડા પાણીમાં ગરકાવ થતા યુવાનનું પાણીમાં ડૂબી જતાથી તેનું મોત થયું હતું. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળ પર દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી હતી.
ટંકારાના લખધીરગઢ ગામે આવેલી નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો 19 વર્ષીય યુવાન ન્હાવા પડ્યો હતો. જે દરમિયાન યુવાનને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓએ શોધખોળ હાથ ધરવામાં આવતા તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
મૃતક ટંકારાની ફેક્ટરીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો અને તે મૂળ રાજસ્થાનનો વતની હોવાની જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા ટંકારા પોલીસના બિટ જમાદાર ફિરોઝભાઈ પઠાણ, કોન્સ્ટેબલ રમેશભાઈ અને મહેશભાઈ દોડી આવ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ
2 સપ્ટેમ્બર - વાંકાનેરના તિથવા પાસે ડૂબી ગયેલી બે બાળકીનાં મૃતદેહ મળી આવ્યાં
મોરબીઃ મૂળ રાજસ્થાનનો રહેવાસી શ્રમિક પરિવાર છેલ્લાં કેટલાક સમયથી અમરસર પાસે ઝૂપડાંમાં રહીને આસપાસનાં ગામોમાં ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતાં હતાં. ગઈ કાલે આ પરિવારની ચાર બાળકીઓ તેની દાદીમાં સાથે ભિક્ષાવૃત્તિ અર્થે તિથવા ગામ ગયેલી હતી. દરમિયાન બપોરના અરસામાં ગામના પાદર પાસેથી પસાર થતી આસોઈ નદીમાં ન્હાવા પડી હતી. એ ચારે બાળકીઓ પાણીમાં ડૂબવા લાગી હતી અને રાજેશ સીતાપરા નામના યુવકે હિંમતભેર 14 વર્ષની બે તરુણીઓને બચાવી લીધી હતી. પરંતુ નાની બે બાળકીઓ પાણીમાં ગરક થઈ જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી.