ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ધારાસભ્યે વિધાનસભામાં જિલ્લાની સમસ્યા પર ધ્યાન આપવા રજૂઆત કરી

મોરબીઃ ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્ય સરકારના બજેટના વિવિધ પાસાનું સચોટ વિશ્લેષણ કરી નાયબ મુખ્યપ્રધાનને ટકોર કરી હતી કે, મોરબી-માળિયાના વર્ષો જૂના પડતર પ્રશ્નો ઉકેલવા ઉદારતાથી વિચાર કરવામાં આવે.

mrb

By

Published : Jul 12, 2019, 10:17 AM IST

બ્રિજેશ મેરજા એ શહેરને સ્પર્શતા પ્રશ્નો જેવા કે, મોરબીને મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂંક, સતવારા સમાજના વાડી વિસ્તારમાં વીજ કનેક્શન ના પ્રશ્નો, મોરબીને મહાનગરપાલિકામાં અપગ્રેડેશન, મોરબી શહેરની રૂપિયા 115 કરોડની ડ્રેનેજ યોજનાને કાર્યવંતી કરવી, માળીયા નગરપાલિકા હેઠળના વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, માળીયા થી લાખીસર સરળ રસ્તો બનાવવા, માળીયા શહેરના પીવાના પાણી માટે ઓવરહેડ ટેન્ક બનાવવા, મોરબી-માળિયા જૂથ પાણી પુરવઠા યોજનાની જર્જરીત પાઇપો ટેન્કોનું નવીનીકરણ કરવા, મોરબીમાં છાશવારે બનતા વિવિધ ગુનાઓ નાથવા, કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને લીધે 'શિકાંગો' બની ગયેલા મોરબીને સુરક્ષિત કરવા, બજેટમાં 'સમાધાન' યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગના આર્થિક વ્યવહારો ઉકેલવા, મોરબી શહેરની આંગણવાડીઓ માટે મકાનો બાંધવા, વિધવા પેન્શન સહાયમાં વધારો કરવા માંગ કરી હતી.


આ ઉપરાંત મચ્છુ -2 ડેમ આધારિત મોરબી-માળિયાના 52 ગામોની સિંચાઈ યોજનાની માંગણી સંતોષવા, નવલખી બંદરેથી ઓવરલોડ ટ્રક ડમ્પરોને લીધે થતા માર્ગ અકસ્માતો અટકાવવા, માળીયા તાલુકા મથકની મામલતદાર કચેરી તાલુકા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓ માટે તાલુકા સેવાસદનનું બાંધકામ, માળીયા ખાતે સરકારી વિશ્રામગૃહની સુવિધા, ખેડૂતોને ફરજિયાત પાક વીમાના પ્રીમિયમ માંથી બાકાત રાખવા જેવી બાબતોની રજૂઆત કરી હતી.

આ ઉપરાંત મોરબી તાલુકાના જેતપુર, સોખડા, વાઘપર, જસમતગઢ, રાપર અને માળીયા તાલુકાના રોહિશાળા સહિતના છેવાડાના ગામોના ખેડૂતો માટે નર્મદાની પ્રશાખાના કામો પૂર્ણ કરી સિંચાઈની સુવિધા આપવા, જીએસટી જેવા અનેક પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details