ધારાસભ્ય કુંવરજી બાવળીયા મચ્છુ ડેમની મુલાકાતે, પાણીની પરિસ્થિતિનો મેળવ્યો તાગ
મોરબીઃ રાજયના પાણી પુરવઠા,ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલનપ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ મચ્છુ-1 ડેમ સાઇટ અને પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશન, સૌની યોજના પમ્પિંગ સ્ટેશન તેમજ સીંધાવદરની મુલાકાત લઇને નર્મદા નીરની આવક અને વિતરણ સહીતની ઇન્ફાસ્ટ્રક્ચર વિગતો પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ મચ્છુ ડેમની લીધી મુલાકાત
આ પ્રસંગે પાણી પુરવઠા બોર્ડના મુખ્ય જનરલ મેનેજર રવિ સોલંકી,મુખ્ય ઇજનેર એન.એમ.પટેલ,કાર્યપાલક ઇજનેર એસ.કે. જૈન અને સિનિયર મેનેજરઓએ કુંવરજીભાઇ બાવળીયા સાથે ઉપસ્થિત રહી પાણીની પરિસ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને આ અંગેની વિગતો આપી માહિતગાર કર્યા હતા.