ગુજરાત

gujarat

ETV Bharat / state

Kidnapping cases in Wankaner : ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળતાં થયો મોટો ખુલાસો

મોરબીમાં વાંકાનેરના રાતાવીરડા ગામમાં(Ratavirda village of Wankaner taluka) કોરખાનામાંથી એક બાળકનો મૃતહેહ મળતા ચોતરફ ગમગીન વાતાવરણ થઈ ગયું હતું. આ દરમિયાન તેમને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી પાલીસ દ્વારા(Wankaner Taluka Police Team ) વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Kidnapping cases in Wankaner:  ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળતા થયો આ મોટો ખુલાસો
Kidnapping cases in Wankaner: ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળતા થયો આ મોટો ખુલાસો

By

Published : Jun 7, 2022, 3:41 PM IST

મોરબી: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ(Ratavirda village of Wankaner taluka ) નજીક આવેલા કારખાનામાંથી બાળક ગુમ(Missing baby from the factory) થતા બાળકના પિતાએ અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાળકનું કોલસાના ઢગલામાં દટાઈ જવાથી મોત(Baby died in coal heap) થયાનું ખુલ્યું છે અને બાળકનો મૃતદેહ મોરબીના ટીંબડી ગામ(Near Timbdi village in Morbi) નજીકના કારખાનામાંથી મળી આવ્યો છે.

આ પણ વાંચો:વડોદરામાં 'ધારાસભ્ય ગુમ થયા'ના પોસ્ટર લાગ્યાં એટલે પ્રગટ થયાં ધારાસભ્ય? કે પછી બીજું જ કારણ હતું...

ટીંબડી નજીક કારખાનામાંથી મૃતદેહ મળ્યો -રાતાવીરડા ગામ નજીક શ્યામ કોલ કારખાનામાં કામ કરતા પવન કૈલાશ નીંગવાલના પુત્ર રિતિક નામનું બાળક ગુમ થતા પિતાએ પોલીસમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે વાંકાનેર CPI અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે(Wankaner Taluka Police Team) તપાસ ચલાવી હતી. જે બાળકનો મૃતદેહ મોરબીના ટીંબડી ગામ નજીક એક કારખાનામાંથી મળી આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બાળકનું અપહરણ થયું ન હતું, પરંતુ કારખાનામાં જ રમતી વેળાએ કોલસાના ઢગલામાં દટાઈ ગયું હતું અને કોલસો ટ્રકમાં ભરી અન્ય કારખાને પહોંચાડતા હોય જેમાં બાળક પણ અન્ય કારખાને પહોંચી ગયું(Coal Loaded truck went Factory) હતું. મોરબીના ટીંબડી ગામ નજીકના કારખાનામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પોસ્ટમોટર્મ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

આ પણ વાંચો:સ્વામિનારાયણ સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા જીવ અધ્ધર, આ રીતે પોલીસે મેળવી ભાળ

CCTV કેમેરા ચેક કરતા બાળકનો પત્તો લાગ્યો -મોરબીના ઘુંટું ગામેથી બાળકના અપહરણના બનાવ બાદ વાંકાનેરમાં અપહરણનો ગુનો નોંધાતા(Kidnapping cases in Wankaner ) પોલીસ તરત હરકતમાં આવી હતી અને તપાસ ચલાવી હતી. જેમાં કારખાનાના સંચાલકને CCTV કેમેરા ચેક કરવા કહ્યું હતું અને શ્યામ કોલમાંથી કોલસો મોકલવામાં આવ્યો હતો તે કારખાનાઓમાં તપાસ ચલાવી હતી, ત્યારે ટીંબડી નજીકના કારખાનામાં CCTV ફૂટેજ ચેક કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details