ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના રણકાંઠા વિસ્તારમાં તિડનું આક્રમણ, ખેડૂતોમાં ચિંતા

હળવદ તાલુકાના રણમલપુર માલણીયાદ ઇશનપુર ધણાદ સહિતના રણકાંઠા વિસ્તારના ગામોમાં મોડી સાંજના અચાનક તિડના ઝુંડ મોટી સંખ્યામાં આવી પહોંચતા ખેડૂતોઓ અને તંત્રમાં દોડધામ થઈ ગી હતી.

હળવદ
હળવદ

By

Published : May 21, 2020, 12:22 PM IST

મોરબીઃ હળવદ તાલુકાના રણમલપુર માલણીયાદ ઇશનપુર ધણાદ સહિતના રણકાંઠા વિસ્તારના ગામોમાં મોડી સાંજના અચાનક તિડના ઝુંડ મોટી સંખ્યામાં આવી પહોંચતા ખેડૂતોઓ અને તંત્રમાં દોડધામ થઈ ગી હતી.

મોટી સંખ્યામાં તીડનું ઝુંડ આવી ચડતા તલ, મગફળી વગેરે માટી નુકાશાની ખેડુતો વેઠવી પડશે. ખેડુતોએ ઢોલ નગારા ઘોંઘાટ કરી તીડને ભગાડવાના પ્રયત્ન કર્યા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા તીડના લોકેશનનું મોનીટરીંગ કરવામાં આવી રહયુ છે. જો અન્ય ગામમાં તીડના ઝુંડ ખેતીવાડી કે સેઢે દેખાય તો ગામના સંરપચ કે ગ્રામ સેવક ને તાત્કાલિક જાણ કરવામાં આવે તેવું જણાવ્યુ હતું.

ઘટનાની જાણ થતાં હળવદ મામલતદાર વી કે સોલંકી હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હળવદ તીડ આક્રમણ મામલે તાત્કાલિક તંત્ર દ્વારા હળવદ તાલુકાના ઇસનપુર ગામ નજીક તીડનાશક દવાનો છંટકાવ કરવામા આવ્યો હતો. મોરબીથી દવા ભરી ફાયર ફાયટર મંગાવામા આવ્યા હતા. તીડનો નાશ કરવા ફાયર ફાયટરના જવાનો કામે લાગ્યા હતા. તીડ પર દવાનો છંટકાવ કરવામા આવ્યો હતો.

જિલ્લા ખેતીવાડીઅધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના ઇસનપુર પહોંચ્યા હતા. તીડનો નાશ નહી થાય તો ખેડૂતોના પાકનો મોટુ નુકશાન થાશે.

ABOUT THE AUTHOR

...view details