ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની દર્દનાક ઘટના મામલે વિધાનસભા અધ્યક્ષ હળવદ દોડી આવ્યા

મોરબી જિલ્લાના હળવદમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી (Morbi wall collapse) થતાં 12 કામદારોના મૃત્યુ થયા છે. આ ઘટના મામલે વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય હળવદની મુલાકાતે આવ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી તેમજ વહેલી તકે સહાય મળે અને દોષિતો સામે કર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

મોરબીની દર્દનાક ઘટના મામલે વિધાનસભા અધ્યક્ષ  હળવદ દોડી આવ્યા
મોરબીની દર્દનાક ઘટના મામલે વિધાનસભા અધ્યક્ષ હળવદ દોડી આવ્યા

By

Published : May 19, 2022, 8:40 PM IST

મોરબીઃહળવદના GIDC વિસ્તારમાં આવેલા મીઠાના (Haldav gidc sagar sault )કારખાનામાં અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા કામ કરતા શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટનામાં 12 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નિપજતા ભારે (Morbi wall collapse)અરેરાટી મચી ગઇ છે. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઉઠ્યું છે અને હળવદ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે. હળવદ પંથકના વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. હળવદના તમામ વેપારીઓ આજે અડધો દિવસ દુકાનો બંધ રાખવામાં આવી હતી. હરસિદ્ધિ માતાજીના મંદિરે વેપારીઓ દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

દર્દનાક ઘટના

આ પણ વાંચોઃસુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ

વિધાનસભા અધ્યક્ષે પરિવારજનોને સાંત્વના પાઠવી - આ ઘટના મામલે વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય પણ હળવદની મુલાકાતે દોડી આવ્યા હતા અને શ્રાદ્ધશજલી પાઠવી હતી. મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી તેમજ વહેલી તકે સહાય મળે અને દોષિતો સામે કર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃમોરબીની કંપનીમાં કામ કરતા-કરતા શ્રમિકો મૃત્યુને ભેટ્યા, વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તરફથી આટલા લાખની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યુ દુખ:મોરબીમાં દિવાલ ધરાશાયી (Pm modi on Morbi wall collapse) થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જાહેરાત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Cm bhupendra patel on Morbi wall collapse) આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

ABOUT THE AUTHOR

...view details