ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત, થોરાળા નજીક પગના નિશાન મળ્યા

મોરબી જીલ્લામાં ફરી વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે. મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકની પ્રજામાં ભયનો માહોલ જોવા મળે છે. Leopard footprint, leopard footprint showed in morbi, people scared ,

મોરબીના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત, થોરાળા નજીક પગના નિશાન મળ્યા
મોરબીના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત, થોરાળા નજીક પગના નિશાન મળ્યા

By

Published : Sep 1, 2022, 2:08 PM IST

મોરબી: જીલ્લામાં ફરી વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં દીપડાના પગના(footprint of leopard) નિશાન જોવા મળ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકની પ્રજામાં ભયનો માહોલ જોવા મળ્યો છે.(afraid of leopard) આ નિશાન દીપડાના જ છે કે કોઈ બીજા પ્રાણીની છે, તે વન વિભાગના રિપોર્ટ (forest report)બાદ ખબર પડશે.

આ પણ વાંચો:દિપડાની એક લટારથી લોકોના શ્વાસ થયા અદ્ધર, વીડિયો વાઈરલ


દીપડાના પગના નિશાન :મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા હોવાની માહિતી મળી હતી. નીશાન કોઈ જંગલી જાનવરના પગના નિશાન હોય તેવુ લાગતુ હતુ, જે દીપડાના હોવાની આશંકા સાથે ગ્રામજનો ભયથી ધ્રુજી રહ્યા હતા. દીપડાના પગના નિશાન જોવા મળતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી ત્યારે વન વિભાગના અધિકારી કે ડી આહિર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે દીપડાના પગના નિશાન હોવાની શક્યતા છે જોકે જરખ અને દીપડાના પગના નિશાન સરખા દેખાતા હોય છે ત્યારે તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે તેઓએ ગ્રામજનોને ભયભીત ના બનવા અપીલ કરીને સાથે જ સાવચેતી રાખવા જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details