ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં માર્ગ અકસ્માત બન્યો કાળ, 2 વર્ષમાં વધ્યો મૃત્યુઆંક

મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે (Last two year Road Accident increased in Morbi) વધી રહી છે. ત્યારે અહીં છેલ્લા 2 વર્ષમાં ( Road Accident increased in Morbi District) અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે વર્ષ 2021 અને વર્ષ 2022માં કેટલા લોકો અકસ્માતનો ભોગ બન્યા ને કેટલાએ જીવ ગુમાવ્યો તે અંગેની માહિતી જોઈએ આ અહેવાલમાં.

મોરબીમાં માર્ગ અકસ્માત બન્યો કાળ, 2 વર્ષમાં વધ્યો મૃત્યુઆંક
મોરબીમાં માર્ગ અકસ્માત બન્યો કાળ, 2 વર્ષમાં વધ્યો મૃત્યુઆંક

By

Published : Jan 13, 2023, 2:35 PM IST

મોરબીજિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તેમાં છાશવારે અનેક જિંદગી હોમાઈ રહી છે. હજી એક અકસ્માતની શાહી સુકાતી નથી. ત્યાં 24 કલાકમાં બીજા અકસ્માતની ઘટના સામે આવે છે. માત્ર વર્ષ 2021 અને 2022ના આંકડાઓ ચકાસતા સામે આવ્યું છે કે, અહીં આ 2 વર્ષમાં માર્ગ અકસ્માત દરમિયાન મૃત્યુઆંક વધી રહ્યો છે. જિલ્લા ટ્રાફિક શાખા તરફથી મળેલા આંકડા મુજબ અકસ્માતની સંખ્યા સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચોIndian Railway: મુંબઈ જતી ટ્રેનનું કપલિંગ તૂટ્યું, પ્રવાસીઓ અટવાયા

2 વર્ષની સ્થિતિ પર એક નજરઆ બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, માત્ર જાન્યુઆરી 2021માં 28 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તો 17 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. તેની સરખામણીમાં જાન્યુઆરી 2022માં 24 લોકોના મોત થયા હતા. 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 17 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. એ જ પ્રકારે ફેબ્રુઆરી 2021માં 15 લોકોના મોત થયા હતા, 20 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને 8 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. તેની સરખામણીએ ફેબ્રુઆરી 2022માં 18 લોકોના મોત થયા હતા. તો 16 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 5 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

માર્ચ મહિનાની સ્થિતિએ જ પ્રકારે માર્ચ 2021માં 18 લોકોના મોત થયા હતા. 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેની સાપેક્ષમાં માર્ચ 2022માં 13 લોકોના મોત, 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તો એપ્રિલ 2021માં 18 લોકોના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેની સરખામણી એપ્રિલ 2022માં 24ના મોત, 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

મે મહિનાની સ્થિતિમે 2021માં 17 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત અને 13 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે મે 2022માં 24 લોકોના મોત થયા હતા. 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

જૂનની સ્થિતિજૂન 2021માં 21 લોકોના મોત, 19 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જૂન 2022માં 22 લોકોના મોત, 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 11 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જુલાઈ 2021માં 15 લોકોના મોત, 16 લોકો ઈજાગ્રસ્ત ને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જુલાઈ 2022માં 11 લોકોના મોત, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ને 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોદીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર

સપ્ટેબર 2021માં 16ના મોત થયાઉપરાંત ઓગસ્ટ 2021માં 10 લોકોના મોત, 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તો ઓગસ્ટ 2022માં 11 લોકોના મોત, 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 8 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. સપ્ટેમ્બર 2021માં માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત, 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. સપ્ટેમ્બર 2022માં 16 લોકોના મોત, 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

ડિસેમ્બર 2022માં 22ના મોત થયાજ્યારે ઓક્ટોબર 2021માં 13 લોકોના મોત, 19 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 8 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઓક્ટોબર 2022માં 27 લોકોના મોત, 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉપરાંત નવેમ્બર 2021માં વર્ષ દરમિયાનના સૌથી વધુ 29 લોકોના મોત થયા હતા. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 7 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તો નવેમ્બર 2022માં 23 લોકોના મોત, 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત અને 6 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ડિસેમ્બર 2021માં 20 લોકોના મોત, 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 9 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ડિસેમ્બર 2022માં દરમિયાન 22 લોકોના મોત, 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ આંક વધી રહ્યો છેઆમ, 2021માં કુલ 220 લોકોના મોત થયા હતા. 171 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 94 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તો વર્ષ 2022માં માર્ગ અકસ્માત દરમિયાન 235 લોકોએ પોતાની જિંદગી માર્ગ અકસ્માતમાં જિંદગી ગુમાવી હતી. જ્યારે 141 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ને 100 લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે અને હવે સાવચેતીની અતિ આવશ્યકતા છે.

ABOUT THE AUTHOR

...view details