ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા અપાશે - Gujarati News

મોરબીઃ રાજ્યમાં આગામી 23મી એપ્રિલે લોકસભા સામાન્ય ચુંટણી – 2019 માટે મતદાન યોજાશે. આ દિવસે મોરબી જિલ્લામાં આવેલા ઔઘોગિક એકમો, કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વકર્સ એકટ, 1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા, સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા અપાશે.

સ્પોટ ફોટો

By

Published : Apr 13, 2019, 9:35 PM IST

આ જોગવાઇ અનુસાર, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત નહીં થાય. રજાના કારણે જો શ્રમયોગી કે કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય, તો તેવા સંજોગોમાં જે તે વ્યકિતને મળવાપાત્ર પગાર ચુકવાશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવાનો સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનો સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કે કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3થી 4 કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો, આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details