મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલા સિરામિક એકમમાં રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ૧૬ વર્ષની દીકરીનું અપહરણ થતા આ મામલે પિતાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ૧૬ વર્ષની દીકરીને આરોપી બાબુસિંગ જમનાપ્રસાદ માલવી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાંથી સગીરાનું લગ્નની લાલચે થયું અપહરણ
મોરબી: સિરામિક ફેક્ટરીમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું છે. જયારે વાંકાનેર તાલુકા પોલીસમાં પણ સગીરાનું અપહરણ થયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. હાલમાં બંને અપહરણ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
મોરબી અને વાંકાનેર પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ
વાંકાનેર તાલુકાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયું હોય જે મામલે સગીરાના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 16 વર્ષની સગીર વયની દીકરીને આરોપી દેવકરણ દેવજીભાઈ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
.