ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠક યોજાઈ, વિકાસ કાર્યોને લીલીઝંડી

મોરબી: જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ હેમાંગ રાવલ અને ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તમામ ૧૦ એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

ઓએઅિ

By

Published : Jul 11, 2019, 6:24 AM IST

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ગત તારીખ. 27-02-2019ની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવાના એજન્ડામાં કાર્યવાહી નોંધ સંબંધે સભ્યો તરફથી કોઈ સૂચનો કે વાંધા રજુના કરાતા બહાલી આપવામાં આવી હતી.

તેમજ તારીખ.27-02-2019 ની કારોબારી સમિતિની અમલવારી નોંધને બહાલી આપવા તથા ગત કારોબારી સમિતિના થયેલ ઠરાવોની અમલ્વારીને હાજર રહેલા સદસ્યો દ્વારા બહાલ રાખવા નિર્ણય કરવાના એજન્ડાને મંજુરીની મહોર લાગી છે.

આ ઉપરાંત કન્ટ્રકશન ઓફ વેટેનરી ડિસ્પેન્સરી એટ વિલેજ ચરાડવા તા. હળવદ તથા નવા દેવળિયા તા. હળવદ ખાતેની વેટેનરી ડિસ્પેન્સરી માટે મંજુરી આપવામાં આવી છે.

તદપરાંત જીલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓની ચેમ્બરમાં રીવોલ્વીંગ ખુરશી અને મુલાકાતીઓ માટે ખુરશી ખરીદી કરવી, કચેરી માટે ડસ્ટબિન ખરીદી કરવી, જીલ્લા પંચાયત મોરબીની ગાડીમાં સર્વિસ તેમજ ઈમરજન્સી લાઈટ નાખવા, ગાડીમાં ટોપ રીપેરીંગ કરવા, જીલ્લા વિકાસ અધિકારીના સરકારી ક્વાર્ટરમાં એસી ખરીદવા, તેમજ જીલ્લા પંચાયત મોરબી માટે સમાચાર પત્ર શરુ કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details