ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિ.પંચાયતના માજી કારોબારી ચેરમેન વિરુદ્વ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ

મોરબી : જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે 3 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો. ધરપકડથી બચવા ચેરમેન કિશોરભાઈ ચીખલીયા ફરાર થઈ ગયા હતાં. પોલીસે શોધખોળ કરી હોવા છતાં તેમનો પતો લાગ્યો નથી. જેથી મોરબી કોર્ટે આરોપી વિરુદ્વ બિનજામીનપત્ર વોરંટ ઈસ્યુ કર્યુ છે. આ લાંચ કેસ અઢી વર્ષ જુનો છે.

મોરબી જિ.પંચાયતના માજી કારોબારી ચેરમેન વિરુદ્વ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ

By

Published : Oct 5, 2019, 11:30 AM IST

વર્ષ 2017માં મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ ખેતીની જમીન બિનખેતીમાં તબ્દીલ કરવા 3 લાખની લાંચ માગી હતી. જેની ફરીયાદ મળતાં એસીબી તેમના વિરુદ્વ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ 7 (એ), 13 (2) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ લાંચ કેસમાં પોતાની ધરપકડ ટાળવા તેઓ નાસી ગયા હતા. જેથી આ કેસની તપાસ ચલાવતા એસીબી પીઆઈ એમ બી જાની દ્વારા આરોપીના ઘરે તેમજ તમામ સ્થળોએ તપાસ કરવા છતાં તેઓ મળતા નહોતા. જેને પગલે રાજકોટ મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એડીશનલ સેશન્સ કોર્ટમાં ACB ટીમે રજૂઆત કરતા કોર્ટ દ્વારા રજૂઆત ગાહ્ય રાખી આરોપી કિશોર પ્રેમજીભાઈ ચીખલીયાનું સીઆરપીસી કલમ 70 મુજબ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ કાઢ્યું છે.

જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

કિશોર ચીખલીયા સામે ધરપકડ વોરંટ ઈસ્યુ થવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કિશોર ચીકલીયા કેમ પોલીસ ધરપકડથી ભાગી રહ્યા છે તે અંગે જિલ્લાભરમાં અનેક અટકળો ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details