ગોયલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર ઉદ્યોગ ધંધા અને ખેતીપ્રધાન વિસ્તારમાં છે. પરમાણુ સહેલીનાએ જણાવ્યું હતું કે, ભારત પાસે 10 મેગાવોટથી 200 મેગાવોટ જેવા પરમાણુ યંત્રોની સ્થાપનાની યોજના છે. જે ક્ષેત્રિય સ્વરૂપે ઓફ ગ્રેડ આધાર પર પણ ફેક્ટરીઓ માટે આવશ્યક ઉર્જા, વાહનો માટે ઈંધણની, પીવા માટે સ્વચ્છ પાણી સાથે જ વીજળી માટે જરૂરી આવશ્યક પુરવઠો આપી શકાશે.
મોરબીમાં બાળકોને પરમાણુ ઊર્જા વિશે માહિતી અપાઇ
મોરબી: શહેરની ઓમ શાંતી ઇંગલિશ મીડિયમ સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ આનંદજીના માર્ગદર્શન હેઠળ પરમાણુ સહેલીના નામથી પ્રખ્યાત ડૉક્ટર નીલમ ગોહિલે સેમિનારનું આયોજન કર્યું હતું.
યંત્રોની સ્થાપનાની વીજળી તેમજ જરૂરી ઉષ્મા ઉર્જાનો પ્રતિ યુનિટ ખર્ચ 25%થી ઓછો રહેશે. આ પ્રકારની વ્યવસ્થા મોરબી ક્ષેત્રમાં તાત્કાલિક પ્રભાવથી થવી અત્યંત જરૂરી છે. પરમાણુ સહેલી જણાવ્યું કે, મોરબીના ઉદ્યોગ-ધંધામાં ઉષ્મા ઉર્જા વીજળી તેમજ પાણી સસ્તા દરે સતત મળતું રહે તો મોરબી જેવા ઉદ્યોગ ક્ષેત્ર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં ટાઇલ્સના વેપારી માં પોતાનું સ્થાન જમાવી શકશે.
ભારતમાં આવી યોજનાઓની સ્થાપના થવી અત્યંત જરૂરી છે. ભારત પાસે ઉર્જાનું ઇંધણ છે. જે સદીઓ સુધી કૃષિઉદ્યોગ તેમજ ધંધા તેમજ ૧૫૦ કરોડ લોકોને આ પ્રકારની ઊર્જા પૂરી પાડી શકે છે.