ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લાને મગફળીના પાક વીમામાં અન્યાય, CMને કરાઇ રજૂઆત

મોરબીઃ જિલ્લાને મગફળીના પાક વીમામાં હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે, ત્યરે આ બાબતને લઈ માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Mar 21, 2019, 5:53 PM IST

રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં 2018ના વર્ષમાં મગફળીના વીમા સામે108કરોડની રકમ મંજુર કરી હતી.જયારે તાલુકામાં38000હેક્ટરનું ધિરાણ લેવામાં આવ્યું હોવા છતાં તેની મગફળીનો પાક વીમો રૂ.55 કરોડ તથા કપાસના પાક માટે માત્ર75લાખ મંજુર કરીને ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી છે.

જો કે ગત વર્ષ દરમિયાનમોરબી-માળીયા વિસ્તારમાં શરૂઆતથી જ ઓછો વરસાદ પડ્યો છે.જેથી વાવણી મોડી થઇ વરસાદ ખેંચાતા પાક બળી ગયો હતો. એટલું જ નહીં ખરીફ પાક માટે નર્મદાનું સિંચાઇનું પાણી ન આપીને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ ક્રોપ કટિંગ વખતે પણ ખેતરે જઈને વીમા કંપની અને સરકારી અધિકારીઓને જે તે વખતની સ્થિતિથી વાકેફ કર્યા હતા.તેમ છતાં ખેડૂતોએ વાર્ષિક વીમા માટે જે પ્રિમયમ ચૂકવેલું તેના કરતા આર્થિક વળતર ઓછું મળ્યું છે. ખેડૂતોના હિતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા,ખેડૂત સંમેલનોમાં તથા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ હતી.તેમછતાં વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details