મોરબી: રાજ્યના વિવિધ શહેરોમાં નાગરિકો વચ્ચે ઘર્ષણ ના સર્જાય અને રહેણાંક વિસ્તારોમાં વસ્તી માપને નિયંત્રણમાં રાખી સકાય તેવા હેતુથી અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય (The Ashant Act was enforced) છે. મોરબી શહેરમાં પણ RSS, વિશ્વ હિંદુ પરિષદ (Vishwa Hindu Parishad) સહિતના સંગઠનો અને સ્થાનિકો દ્વારા સમયાંતરે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી કરાયો છે અને તેનું મહેસુલ વિભાગ (Department of Revenue) દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું (The announcement was issued) છે.
20 જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્યના રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે તારીખ 29 ઓક્ટોબર 2022 થી 28 ઓક્ટોબર 2027 સુધી અમલમાં રહેશે.