મોરબીહળવદના ટીકર ગામે ભત્રીજાએ ભાગીને લગ્ન કરતા દિયર-ભાભીને ચાર શખ્સોએ(Devar beat Bhabhi in Morbi) ઢોરમારમાર્યો હોવાનો બનાવ બન્યો છે. હળવદ તાલુકામાં ટીકર ગામ પંચાયત(Tikar Village in Halvad Taluka) ઓફીસ પાસે દિયર-ભાભીને (Relationship Issue) ચાર શખ્સોએ ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં(Halvad Police Station) ફરિયાદદાખલ કરી હતી. પરિવારની વિરુધ્ધમાં જયારે લગ્ન કરવામાં આવે છે ત્યારે પરિવારમાં ભારે રોષ જોવા મળે છે. અને આ જાત નિર્ણય ના કારણે અનેક મોટા ઝગડાઓ થઇ જતા હોય છે. આવો જ બનાવ મોરબીમાં (Beating in Morbi) બન્યો છે.
ઓફીસ પાસે મારામારી હળવદના ટીકર ગામે રહેતા દિલીપ હરજી ચૌહાણે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના મોટા ભાઇનો દિકરો રવિએ રાજેશ એરવાડીયાની દિકરી મોહીની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જેથી તારીખ 1 ના સવારના દસ વાગ્યાના અરસામાં તેઓ ટીકર ગામ પંચાયત ઓફીસ પાસે બેઠા હતા. એ સમયે આરોપી રાજેશ એરવાડીયા, મહેશ ઇશ્વરભાઇ દેથરીયા, અલ્પેશ હીરજી ગોઠી અમે હેંમાશુ શાંતીલાલ એરવાડીયા લાકડી તથા ધોકા સાથે આવ્યા હતા.