ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં આંગડિયા પેઢીનો કર્મચારી 43 લાખની રકમ ચાંઉ કરી ગયો - એ ડિવિઝન

મોરબીની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી પાસે તમામ વહીવટ હોવાથી તે પેઢીના 43 લાખની રોકડ રકમ ચાઉં કરી ગયો છે. કર્મચારીએ હિસાબની રકમની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી હોવાથી કર્મચારી સામે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

મોરબીમાં આંગડિયા પેઢીનો કર્મચારી 43 લાખની રકમ ચાંઉ કરી ગયો
મોરબીમાં આંગડિયા પેઢીનો કર્મચારી 43 લાખની રકમ ચાંઉ કરી ગયો

By

Published : Dec 10, 2020, 3:53 PM IST

  • મોરબીની આંગડિયા પેઢી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
  • પેઢીના ભાગીદારે પોલીસ ફરિયાદ નોંધાવી
  • પેઢીમાં જમા રકમ હિસાબ આપ્યા વગર લઈ ગયાનો ઉલ્લેખ
  • આરોપી કર્મચારી જિતેન્દ્ર પ્રજાપતિ સામે નોંધાઈ ફરિયાદ
  • મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીઃ મોરબીમાં આંગડિયા પેઢીનો કર્મચારી 43.20 લાખની રકમ ચાંઉ કરી જતા પેઢીના ભાગીદારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના રહેવાસી મગન ઉકાજી પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના સરદાર ભવન રોડ બાલાજી ચેમ્બર્સમાં તેની ભાગીદારીની રમેશ પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢી છે, જેમાં 30 ઓક્ટોબરે આરોપી જિતેન્દ્ર ક્નાજી પ્રજાપતિ (રહે. મૂળ રાજસ્થાનવાળા) પર વિશ્વાસ રાખી વહિવટ સંભાળવા આપી હતી.

પેઢીમાં જમા થયેલી રકમ હિસાબ આપ્યા વગર લઈ ગયાનો ઉલ્લેખ

જે કર્મચારી જિતેન્દ્રકુમાર પ્રજાપતિ આંગડિયા પેઢીમાં જમા થયેલા હિસાબની રોકડ રકમ રૂ 43.20 લાખની ઉચાપત કરી પેઢી સાથે છેતરપિંડી કરી છે અને રોકડ રકમ લઈ જઈને કોઈ પણ હિસાબ આપ્યા વગર નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે અને ફરાર આંગડિયા પેઢીના કર્મચારીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details