મોરબી : હોમગાર્ડ યુનિટ્સમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ કમાન્ડન્ટને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે, મોરબી યુનિટમાં 35 જવાનો ફરજ બજાવે છે. જે મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરે છે. હોમગાર્ડ જવાનોએ નવેમ્બર 2019 થી જાન્યુઆરી 2020 સુધી 3 મહિનાની ફરજ બજાવેલ હોવા છતાં પેમેન્ટ ચૂકવાયું નથી.
મોરબીમાં હોમગાર્ડસને 3 માસથી પગાર ન ચૂકવાતા આવેદન
મોરબીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ માસથી પગાર ન મળતા હોમગાર્ડ દ્વારા જીલ્લા કમાન્ડન્ટને આવેદન આપી પગાર ચુકવવા માગ કરી હતી.
મોરબી
જેના ફરજ ભથ્થાના બિલ યુનિટ કચેરી તરફથી મોકલવામાં આવેલ છે. છતાં પેમેન્ટ મળ્યું નથી. તેમજ હોમગાર્ડ જવાનો દિવસે પ્રાઈવેટ નોકરી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય છે. તેમજ રાત્રીના સમયે હોમગાર્ડની નાઈટ ડ્યુટી બજાવે છે. તથા રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નથી. જેથી તાકીદે બિલ પાસ કરી પેમેન્ટ કરાવવા માગ કરી હતી.