ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના જયંતી પટેલને જીતાડવા માટે હાર્દિક પટેલની અપીલ

માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા. ખેડૂત સભાને સંબોધી આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ તરફે મતદાન કરવાની અપીલ કરી હતી.

કોંગ્રેસના વફાદાર જયંતી પટેલને જીતાડવા માટે હાર્દિક પટેલની અપીલ
કોંગ્રેસના વફાદાર જયંતી પટેલને જીતાડવા માટે હાર્દિક પટેલની અપીલ

By

Published : Nov 1, 2020, 8:53 AM IST

  • મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • કોંગ્રેસના વફાદાર જયંતી પટેલને જીતાડવા માટે હાદિક પટેલની અપીલ
  • જૂના ઘાંટીલા ગામે ખેડૂત સભાનુ સંબોધન



મોરબીઃ માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાઓ ગજવવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા.હાર્દિક પટેલે માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે ખેડૂત સભાને સંબોધી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના ગામના લોકો હાજર રહ્યા હતા. આ તકે હાર્દિક પટેલ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા. આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ તરફે મતદાન કરવામાં આવે તેવી તમામ મતદારોને અપીલ કરી હતી.

કોંગ્રેસના જયંતી પટેલને જીતાડવા માટે હાર્દિક પટેલની અપીલ
હાર્દિક પટેલની હાજરીમાં સભાનું યોજન

આગામી ત્રણ તારીખના રોજ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેના માટે હાલમાં રાજકીય પક્ષોના ઉમેદવારો માટે જુદા જુદા સ્થળો પર સભાઓ યોજવામા આવી રહી છે. તે દરમિયાન મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવતા જૂનાઘાટીલા ગામે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં સભા યોજવામાં આવી હતી.

બ્રિજેશ મેરજા પર હાર્દિક પટેલના આક્ષેપ

સભામાં ધારાસભ્ય લલિત વસોયા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે સભાને સંબોધતા હાર્દિક પટેલે બ્રિજેશ મેરજા પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને હાલમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર બ્રિજેશ મેરજાએ લોકોના કામ માટે નહીં પરંતુ અંગત સ્વાર્થ માટે રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પહેલા પણ જાહેરાતો કરવામાં આવી છે પરંતુ તેની અમલવારી છેવાડાના લોકો સુધી કરવામાં આવતી નથી અને એટલા માટે આજે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિતનાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાથી આગામી સમયમાં યોજાનારી ચૂંટણીની અંદર કોંગ્રેસના વફાદાર ઉમેદવાર જયંતીભાઈ પટેલ તરફી મતદાન કરવામાં આવે તેવી અપીલ કરી હતી, સાથોસાથ મતદારો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે પણ અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details