ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરમાંથી ગાંજા સાથે પકડાયેલા આરોપીને મોરબી કોર્ટમાંથી મળ્યા જામીન

મોરબીઃ વાંકાનેર સીટી પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી લીધા બાદ આરોપીએ વકીલ મારફત મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે માન્ય રાખતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે.

વાંકાનેર ગાંજા કેસમાં આરોપીને મોરબી કોર્ટમાંથી જામીન મળ્યા

By

Published : Jul 11, 2019, 12:56 PM IST

રીઝવાન અયુબભાઈ નામના આરોપી પાસેથી ગાંજો મળી આવતા વાંકાનેર સીટી પોલીસે અટકાયત કરી હતી અને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોય જે ધરપકડ બાદ આરોપીએ વકીલ શબાના ખોખર મારફત મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી. આરોપી તરફેના વકીલની ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા જામીન પર છુટકારો થયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પોલીસે બાતમીને આધારે આરોપીને ગાંજા સાથે ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહયા હતા. જો કે કોર્ટે આરોપીનો જામીન પર છુટકારો કરતા આરોપીને રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details