ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં વધુ એક ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી 10 હજાર ગાયબ

મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં ઓનલાઈન ફ્રોડ અને ATM ફ્રોડનો સિલસિલો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આવી છેતરપીંડીનો ભોગ બની ચુક્યા છે, ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઓનલાઈન પેમેન્ટ એપ મારફતે યુવાનના ખાતામાંથી 10,000ની રકમ ઉપાડી લેવામાં આવી છે. ભોગ બનનારે LCBમાં લેખિત અરજી કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 26, 2019, 10:43 AM IST

મોરબીના નાની માધાણી શેરીના રહેવાસી વિશાલ સિદ્ધપુરા નામના યુવાને જીલ્લા પોલીસવડાને ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાની લેખિત અરજી કરી છે. જે અરજીમાં જણાવ્યું છે કે, 24 તારીખે 'ફોન પે' ઓનલાઈન એપ્લીકેશનમાં UPIના માધ્યમથી બાઈક વેચવા માટે વ્યવહાર કરવાની વાત થઇ હતી. જેમાં મનીષકુમાર રૂ 40,000 ફોન પે UPI દ્વારા આપશે અને બે-ત્રણ દિવસ પછી બાઈકની ડીલીવરી કરશે તેવી વાતચીત થઇ હતી. બાદમાં આપેલા UPI નંબરને પગલે ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડીને ખોટી વાતો બનાવી છેતરપીંડી થઇ હોવાની લેખિત અરજીને પગલે LCB ટીમે ઓનલાઈન ફ્રોડની વધુ તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details