ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની બેંક ઓફ બરોડામાં થયેલા ધાડના ગુનામાં ચાર આરોપી હથિયારો સાથે ઝડપાયા

મોરબીમાં ધોળે દિવસે બેંક ઓફ બરોડામાં છ હથિયારધારી શખ્સોએ ધાડ પાડીને લાખોની રોકડ તેમજ સિક્યોરીટીના હથિયારો તેમજ સ્ટાફ અને ગ્રાહકના મોબાઈલની લાખોની લૂંટ કરી ફરાર થયા હતા. જે બનાવમાં મોરબી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પંજાબની આંતરરાજ્ય ગેંગની આ ધાડમાં સંડોવણી હોય જે ગેંગના ચાર સાગરીતોને ઝડપી લઈને મુદામાલ જપ્ત કરાયો છે તો ઝડપાયેલા આરોપીના ઈતિહાસ ફંફોસતા પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. કારણ કે ઝડપાયેલા ચાર આરોપીઓ કોઈ બે કે પાંચ નહિ પરંતુ ૫૩ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે અને છ વર્ષથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તરખાટ મચાવી રહ્યા હતા. જે આખરે મોરબી પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે, ત્યારે આવો જોઈએ મોરબીની દિલધડક લૂંટનો વિશેષ અહેવાલ...

બેંક ઓફ બરોડામાં થયેલા ધાડના ગુનામાં ચાર આરોપી હથિયારો સાથે ઝડપાયા
બેંક ઓફ બરોડામાં થયેલા ધાડના ગુનામાં ચાર આરોપી હથિયારો સાથે ઝડપાયા

By

Published : Feb 22, 2020, 5:31 PM IST

મોરબી : બેંક ઓફ બરોડામાં ધોળે દિવસે છ હથિયારધારી શખ્શોએ બંદુક અને પિસ્તોલ જેવા હથિયારો સાથે આવીને બેંકના કેશિયર પાસેથી ૬.૦૯ લાખની રોકડ તેમજ સિક્યુરીટી પાસેથી હથિયાર અને ગ્રાહક તથા સ્ટાફના મોબાઈલ સહીત કુલ રૂપિયા ૬.૪૪ લાખની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હોય જે આરોપીઓને હળવદ નજીક ઘેરી લઈને પોલીસે જીવના જોખમે 4 લોકોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે જે આરોપીઓને દબોચી લઈને પોલીસે બેંકમાંથી લૂંટ થયેલી રોકડ રકમ સહીત કુલ રૂપિય ૯,૮૮,૭૮૦નો મુદામાલ કબ્જે લીધો છે.

બેંક ઓફ બરોડામાં થયેલા ધાડના ગુનામાં ચાર આરોપી હથિયારો સાથે ઝડપાયા
જિલ્લા પોલીસે ઝડપી લીધેલા ચાર આરોપીને કોર્ટમાં રજુ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવાયા છે અને રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં ઝડપાયેલા ચાર આરોપીઓઓ રીઢા ગુનેગારો છે. જે છેલ્લા છ વર્ષથી વધુ સમયથી પંજાબ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન અને યુપી સહિતના રાજ્યોમાં તરખાટ મચાવી રહ્યા હતા. આ ચારેય આરોપીઓ સામે કુલ ૫૩ ગંભીર ગુના નોંધાયેલા છે. જી હા સાંભળીને ચોકી જવાની જરૂર નથી. આ ચારેય આરોપીઓ વિવિધ રાજ્યમાં લૂંટ-ધાડ, હત્યા, આર્મ્સ એક્ટ, ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ હતા. આરોપીઓ ઠંડે કલેજે હત્યા કરવામાં પણ પાવરધા હતા. જે આંતરરાજ્ય ગેંગને આખરે મોરબી પોલીસે દબોચી લીધી છે. આંતર રાજ્ય ગેંગના ચાર સાગરીતો પાસેથી પોલીસે કબ્જે લીધેલા છ હથિયારોમાંથી એક જ ભારતીય બનાવટનું હતું જયારે બાકીના પાંચ હથિયારો ઈમ્પોર્ટેડ એટલે કે ઇટલી, સર્બિયન, ટર્કી, રશિયન હતા અને આરોપીઓ પોતાની પાસે ૧૩૧ કાર્ટીસ તેમજ 3 મેગ્જીન સાથે લઈને આવ્યા હતા છતાં પોલીસે આટલા હથિયારો સાથે નાસતા લૂટારૂઓને દબોચી લીધા હતા. જયારે બે શખ્શો હજુ પોલીસ પકડથી દુર છે તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details