મોરબીના કાલીકાનગર વીડના ફોરેસ્ટ ગાર્ડ અરવિંદભાઈ રામભાઈ ડાંગરે ફરિયાદીને વિડમાં લાકડા લેવા આવો છો. તેમ કહી મોબાઈલમાં રેકોર્ડીંગ કરી કેસ નહિ કરવાના 35,000 માંગ્યા હતા.
મોરબીમાં 30 હજારની લાંચ પ્રકરણમાં ફોરેસ્ટ ગાર્ડ જેલહવાલે - Gujarati News
મોરબી: ફોરેસ્ટ ગાર્ડ દ્વારા 30 હજારની લાંચ માંગવામાં આવી હતી, જે મામલે સુરેન્દ્રનગર ACBની ટીમે છટકું ગોઠવીને લાંચ પ્રકરણમાં ફોરેસ્ટગાર્ડની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
સ્પોટ ફોટો
બાદમાં 30 હજાર રૂપિયામાં પતાવટનું નક્કી કરાયું હતું. જે લાંચની માંગણી અંગે ACBમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર ACBની ટીમે છટકું ગોઠવીને ફોરેસ્ટ ગાર્ડને ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
લાંચ કેસની વધુ તપાસ દ્વારકા ACB PI એ. પી. જોશી કરી રહ્યા છે. જેમાં આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ નામંજૂર કરી કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.