ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ જેલહવાલે, કઇ દલીલ પર વધુ રીમાન્ડ નામંજૂર થયાં જાણો - મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ જેલહવાલે

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse ) ઝડપાયેલા ઓરેવા કંપની ( Oreva Company ) ના મેનેજર સહિતના આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.જેમાંથી બે આરોપીના વધુ રિમાન્ડની માગણીને મોરબી કોર્ટ ( Morbi Court ) ફગાવી દીધી છે અને પાંચ આરોપીને ( Five accused in Morbi bridge Collapse ) જેલહવાલે કરવામાં આવ્યા છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ જેલહવાલે, કઇ દલીલ પર વધુ રીમાન્ડ નામંજૂર થયાં જાણો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓ જેલહવાલે, કઇ દલીલ પર વધુ રીમાન્ડ નામંજૂર થયાં જાણો

By

Published : Nov 5, 2022, 8:02 PM IST

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse ) માં ઝડપાયેલા નવ પૈકી પાંચ આરોપીના પાંચ દિવસના રીમાન્ડ બાદ ( Five accused in Morbi bridge Collapse ) જેલહવાલે કરવામાં આવ્યાં છે. ઓેરેવા કંપની ( Oreva Company )ના મેનેજર સહિતના 5 આરોપીઓના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતાં. જે રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને આરોપીને મોરબી કોર્ટમાં ( Morbi Court )રજૂ કરવામાં આવ્યા હતાં. જે 5 પૈકી ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવેના વધુ રિમાન્ડની માગણી સાથે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં મોરબી પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જોકે બંને પક્ષની દલીલો સાંભળી બાદમાં કોર્ટે ફર્ધર રીમાન્ડ નામંજૂર કરતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

ચીફ ઓફિસર સસ્પેન્ડ કરેલ છે તો ડેટા કેવી રીતે મળશે

દસ્તાવેજ કબજે લેવાના બાકી હોવાથી રિમાન્ડ માંગ્યા આ સંદર્ભે સરકારી વકીલ હર્ષેન્દુ પંચાલે જણાવ્યું હતું કે ઓરેવા કંપની ( Oreva Company )ના બે મેનેજરના વધુ રિમાન્ડ માંગ્યા હતાં જેમાં મુખ્ય મુદ્દો એવો હતો કે દસ્તાવેજ કબજે લેવાના બાકી છે. રાજકોટ અને મોરબી કલેકટર કચેરીમાંથી દસ્તાવેજ મેળવી આરોપીને ( Five accused in Morbi bridge Collapse ) સાથે રાખી તેનું ક્રોસ વેરીફિકેશન જરૂરી હોવાની તપાસ અધિકારીની રજૂઆતને પગલે વધુ રિમાન્ડની માંગ કરી હતી. તેમજ મેન્ટેનન્સ બાબતે કલેકટર અને નગરપાલિકા સાથે મીટીંગ કરવામાં આવી હતી તેની પૂછપરછ કરવાની હોવાથી વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. જોકે રિમાન્ડની માંગણી મોરબી કોર્ટે ( Morbi Court )ફગાવી દેતા તપાસ અધિકારીએ સ્ટે માટે માંગ કરી હતી જે અરજી કોર્ટ નામંજૂર કરી છે.

બચાવ પક્ષના વકીલે રિમાન્ડનું રીપીટેશન થતું હોવાની દલીલો કરીજયારે બચાવ પક્ષના વકીલ ડી પી શુક્લએ દલીલો કરી હતી જેમાં જણાવ્યું હતું કે પાંચ દિવસના રિમાન્ડનું રીપીટેશન થાય છે. બીજી કાઈ વસ્તુની જરૂર નથી. ચીફ ઓફિસર સસ્પેન્ડ કરેલ છે તો ડેટા કેવી રીતે મળશે તેવી દલીલો કરી હતી.

મોરબી અને ધ્રાંગધ્રા કંપનીમાંથી કાગળો કબજે લીધા મોરબી પોલીસ દ્વારા વર્ષ 2007 અને 2022માં કરાર કરવામાં આવ્યા તેના દસ્તાવેજો મોરબીની ઓરેવા કંપની ( Oreva Company )અને ધ્રાંગધ્રા એજન્સીની ઓફિસમાંથી કબજે લેવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીના વ્યવહારો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details