ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યનું પહેલું પોલીસ મથક કે જ્યાં શીતળા માતાજીનું લખેલું છે નામ

મોરબી (morbi) જિલ્લામાં એક એવું પોલીસ મથક (Police station) આવેલું છે. જે લોકોને રક્ષણ પૂરું પાડતી પોલીસ માટે પણ રક્ષણની દેવી માનવામાં આવી રહી છે. આ પોલીસ સ્ટેશન એટલે માળિયા (મિંયાણા) તાલુકા પોલીસમથક અને આ પોલીસ મથક રાજ્યનું પહેલું પોલીસ મથક હશે કે જ્યાં પોલીસ મથક પર શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે.

Shitala Mataji's temple
Shitala Mataji's temple

By

Published : Aug 6, 2021, 5:27 PM IST

  • રાજ્યનું પહેલુ પોલીસ મથક કે જ્યાં શીતળા માતાજીનું નામ લખેલું છે
  • શીતળા માતાજી કરે છે પોલીસ સ્ટેશનની રક્ષા
  • માળિયા મિયાણા તાલુકા પર આફત આવાની હોય ત્યારે ધજાની આંટી ચડે
  • માતાજી આપે છે આફત સામે લડવાની શકાતી

મોરબી: જિલ્લાના માળિયા (maliya) તાલુકા પોલીસ મથક રાજ્યનું પ્રથમ પોલીસ મથક (Police station) છે. જ્યાં પોલીસ મથક પર જ શીતળા માતાજી (shitala mata) નું નામ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં પોલીસ મથકના પટાંગણમાં આવેલા આ શીતળા માતાજી (shitala mata) અનેક લોકોના આસ્થા (faith) ના પ્રતિક સમાન છે. અનેક લોકો માનતા અને બાધા રાખે છે. કહેવાય છે કે, આ મંદિરની ધજાને આંટી ચડે એટલે માળીયા પર આફત આવશે તેવો સંકેત મળી જાય છે અને એ આફત સામે લડવાની શક્તિ માતાજીની પૂજા કરવાથી મળે છે. આ શીતળા માતાજીને માળીયા (મિંયાણા) પોલીસ મથક (Police station) ની દેવી તરીકે પોલીસ કર્મીઓ પૂજે છે.

રાજ્યનું પહેલું પોલીસ મથક કે જ્યાં શીતળા માતાજીનું લખેલું છે નામ

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા, કોરોના માર્ગદર્શિકાનું પાલન આવશ્યક

પોલીસ અધિકારી કે કર્મચારી દર્શન કર્યા બાદ જ ચાર્જ સંભાળે છે

જિલ્લામાં એક એવું પોલીસ મથક (Police station) આવેલું છે જ્યાં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં અહીંયા શીતળા માતાજી (shitala mata) ની પૂજા અર્ચના કરી જ થાણાં અધિકારી ચાર્જ સંભાળે છે. વર્ષોથી આ શીતળા માતાજી (shitala mata) સાથે સંખ્ય લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. અનેક લોકો માનતા પણ માને છે. માળીયા મિયાણા પોલીસમથકમાં આવેલા આ શીતળા માતાજીના મંદિરની ધજા મુશ્કેલી આવે એ પહેલાં જ સંકેત આપી દેતા હોવાનું પણ માનવામાં આવે છે. જ્યારે મંદિરની ધજાની આંટી ચડે છે ત્યારે કંઈક મુસીબત આવવાની હોય છે, આવું લોકોનું માનવું છે. તો બીજી બાજુ માળીયા પોલીસકર્મીઓ પણ આ માતાજીના મંદિર પૂરે પુરી શ્રદ્ધા રાખે છે. એટલું જ નહીં માળીયા પોલીસ મથક પર સૌથી પહેલા ઉપર શીતળા માતાજીનું નામ લખવામાં આવ્યું છે ત્યારે લોકો અને પોલીસ માટે આ મુસબીતની દેવી માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

છેવાડાનો વિસ્તારના વિસ્તારમાં વસેલા શીતળા માતાજીએ અનેક પરચા પૂર્યાં

માળિયા (maliya) પહેલા રાજકોટ જિલ્લાનો છેવાળાનો વિસ્તાર ગણવામાં આવતો હતો. જે સમયે વાહન મળવા પણ મુશ્કેલ હતા, ત્યારે આ માતાજી અનેક લોકોને રસ્તા પણ બતાવ્યા હોવાની લોક ચર્ચાઓ હાલ ચાલી રહી છે. આ શીતળા માતાજી (shitala mata) નું આ મંદિર માળિયા પોલીસ માટે રક્ષણ જ નહીં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. તો માળિયા પોલીસ મથકમાંથી કોઈ પણ અધિકારી કે કર્મચારી વિદાય લે ત્યારે માતાજીના પ્રસાદ સ્વરૂપે તાવો કરીને માતાજીના દર્શન કરીને જાય છે.

ABOUT THE AUTHOR

...view details